Home /News /kutchh-saurastra /

Kutch: માંડવીના બીચ પરથી ભેગા થતાં કચરામાંથી યુવતીની અનોખી કળાકૃતિઓ બનાવી ઝીરો વેસ્ટ તરફ પહેલ

Kutch: માંડવીના બીચ પરથી ભેગા થતાં કચરામાંથી યુવતીની અનોખી કળાકૃતિઓ બનાવી ઝીરો વેસ્ટ તરફ પહેલ

માંડવી

માંડવી બીચનો કચરો

માંડવીના દરિયાકિનારે સિકયોર નેચર સંસ્થા દ્વારા બીચ કલીનિંગ બાદ ભેગા થતા કચરામાંથી યુવતી અનોખી કળાકૃતિઓ બનાવે છે. 

    કચ્છ, ધૈર્ય ગજરા:આપણી આસપાસની કોઈ પણ વસ્તુ નકામી નથી હોતી તે પુરવાર કરે છે કચ્છના માંડવીની એક 22 વર્ષીય યુવતી. માંડવીની 22 વર્ષીય આર્ટ એજ્યુકેટર છેલ્લા થોડા સમયથી માંડવી બીચ પર ભેગા થતા કચરાને રિયુઝ કરી તેના પર સુંદર કલાકૃતિઓ સર્જી તેને નવી રૂપ આપે છે.

    માંડવીનો વિંડફાર્મ બીચ સ્થાનિકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓ માટે એક રમણીય અને પસંદીદા સ્થળ છે. ખાસ કરીને નવેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોતાં બીચ પર કચરાનું પ્રમાણ પણ વધે છે. ત્યારે માંડવીની સિક્યોર નેચર સંસ્થા દ્વારા છેલ્લા અનેક રવિવારથી માંડવી પાસે આવેલા વિવિધ બીચની સફાઇ કરે છે.

    સંસ્થાના કાર્યકરોમાંથી એક 22 વર્ષીય ભૂમિ ડુબેલ આ કચરાને રીયુઝ કરી તેમાંથી સુંદર કળાકૃતિઓ બનાવે છે. બીચની સફાઈ કર્યા બાદ કચરામાંથી મળતી બોટલો, પ્લાસ્ટિકની ચમચી, સ્ટ્રો વગેરે વસ્તુઓને એક નવી રૂપ આપી કલાત્મક શોપીસ અને અન્ય ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ બનાવે છે.

    આ પણ વાંચો: હનીમુન બાદ સુરતમાં મળ્યું મોત: લક્ઝરી બસના ACનું કોમ્પ્રેશર ફાટતા લાગી હતી વિકરાળ આગ

    મુંબઈમાં આર્ટ એજ્યુકેટર તરીકે ફરજ બજાવતા ભૂમિબેન આ કચરાને રિયુજ કરી તેમાંથી કલાત્મક વસ્તુઓ બનાવી તેનું વેંચાણ કરે છે. બીચ પરથી જમાં થતો કચરો ડમ્પીંગ સ્ટેશને પહોંચ્યા બાદ પણ રિસાયકલ થઈ શકે તે નક્કી ન હોય ત્યારે આ પ્રકારે કચરાને રીયુઝ કરી ઝીરો વેસ્ટ સંકલ્પ તરફ એક સુંદર પહેલ શરૂ કરાઇ છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી મોતમાં સહાયના દાવા અને આંકડા વચ્ચે છે જબ્બર તફાવત

    News18 સાથે ખાસ વાતચીત કરતા ભૂમીબેને કહ્યું હતું કે, "બીચ પરથી મળતી વસ્તુઓને આર્ટપીસ બનાવી બાદ શોપીસ ઉપરાંત અન્ય રીતે પણ વપરાશ કરી શકાય છે. આ રીતે આપને કચરાનો ઉપયોગ કરી તેને ઝીરો વેસ્ટ બનાવી શકીએ અને આપણા વિસ્તારને પ્રદૂષણ મુક્ત કરી શકીએ."
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર