કચ્છ : પરિણીતા પર દુષ્કર્મ કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, હજારો રૂપિયા પડાવ્યા

News18 Gujarati
Updated: March 10, 2020, 1:08 PM IST
કચ્છ : પરિણીતા પર દુષ્કર્મ કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, હજારો રૂપિયા પડાવ્યા
પ્રતિકાત્મક તસવીર

આરોપીએ વાયરલ કરેલા વીડિયોમાં તે પરિણીતાનાં ગુપ્ત ભાગમાં સીગરેટનાં ડામ આપતો દેખાય છે

  • Share this:
રાપર : સુવઇ ગામની પરિણીતા (married woman) પર તેમનાં જ ખેતરમાં કામ કરતા અનવર ગાભુ કોલી નામના નરાધમે છરીની અણીએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં તેણે પરિણીતા સાથેનાં દુષ્કર્મનો વીડિયો (Video) પણ ઉતારી લીધો હતો. આ વીડિયોમાં તે પરિણીતાનાં ગુપ્ત ભાગમાં સીગરેટનાં ડામ પણ આપતો દેખાય છે અને તેની સાથે મારઝૂ઼ડ પણ કરે છે. દુષ્કર્મનાં વીડિયો વાયરલ (Video viral) કરવાની ધમકી આપી હજારો રૂપિયા પણ પડાવ્યાં હતા. તેની સાથે વારંવાર બ્લેકમેઇલ કરીને જાતિય શોષણ પણ કર્યુ છે. જે બાદ પરિવારે પરિણીતાને સાસરે મોકલી દીધા બાદ આરોપીએ વીડિયો વાયરલ કરી દીધો હતો. પરિવારને આ અંગેની જાણ થતા પરિવારે સમાજને સાથે રાખીને ફરિયાદ નોંધાવી હતી.

રાપર તાલુકાનાં સુવઈ ગામની પરિણીતાનાં પિતાનાં ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી ભાગે કામ કરતો હતો. સાત મહિના પહેલા અનવરની નજર આ યુવતી પર પડી હતી. જે બાદ તે યુવતીને એકાંત સ્થળ પર લઇ ગયો હતો અને જ્યાં છરીની અણી પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આ આરોપી તેને ધમકી આપી હતી કે, જો તું મને જોઇએ તેટલા રૂપિયા નહીં આપે તો આ વીડિયો વાયરલ કરી દેશે.

આ પણ વાંચો : અરવલ્લી : હોળીની રાત્રે જૂથ અથડામણ, સરપંચના ઘરે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો, 8 ઇજાગ્રસ્ત

છેલ્લા પાંચ મહિનાથી પરિવારે પરિણીતાને સાસરે મૂકી દેતા નરાધમની હવસખોરી અને રૂપિયાની આવક બંધ થઈ ગઈ હતી. જેથી અનવર કોલીએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જે બાદ પરિવારને જાણ થતા સંબધીઓને જાણ કરીને પરિવારજનોએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : રાજકોટ : સાસુનો ત્રાસ, 'તારો આગલો દીકરો અમારા ખાનદાનનો નથી, તારા પેટે હવે જે સંતાન થશે તે અમારા કૂળનું થશે'

આ બાબતે રાપર પોલીસ મથકના પીઆઇ આર.એમ.વસાવાએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર પરિવાર સમાજ સાથે ફરિયાદ નોંધાવવા આવ્યો હતો. આ બનાવના આરોપી અનવર ઉર્ફે અનિયાને પકડવા પોલીસે ચાર ટીમ બનાવી સુવઇ ગામથી રવ સુધીના વાડી વિસ્તારમાં શોધખોળ શરૂ કરી છે.આ વીડિયો પણ જુઓ : 
First published: March 10, 2020, 1:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading