'મારી સાથે મસ્તી કરે છે, ભાગવાનો પ્રયાસ કરું તો ચોટલો પકડી લે છે'

News18 Gujarati
Updated: May 16, 2019, 7:28 AM IST
'મારી સાથે મસ્તી કરે છે, ભાગવાનો પ્રયાસ કરું તો ચોટલો પકડી લે છે'
પ્રતિકાત્મક તસવીર

ભુજ તાલુકના કુરબઇ ગામે 11 વર્ષની બાળાની મજાક કરી રહેલા ઇસમોને ઠપકો આપવા ગયેલી દાદી ઉપર હુમલો કરી માર માર્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ ભુજ તાલુકના કુરબઇ ગામે 11 વર્ષની બાળાની મજાક કરી રહેલા ઇસમોને ઠપકો આપવા ગયેલી દાદી ઉપર હુમલો કરી માર માર્યો હતો. ઇજાગ્રસ્ત દાદીને સારવાર માટે ગઢશીશા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે તાલુકાના કુરબઇ ગામે 11 વર્ષની બાળા સાથે અડપલાં કરનાર શખસને ઠપકો આપલા ગયેલી દાદી ઉપર હુમલો કરી ધમકી આપવામાં આવી હતી. 11 વર્ષની બાળાએ તેની દાદી પાસે સમગ્ર બનાવ અંગે વાત કરીને કહ્યું કે હીરજી ઉર્ફે હીરલો જુમા મહેશ્વરી રૂપિયા વાપરવાનું કહી બોલાવી અને મજાક મસ્તી કરે છે. જો તેની પાસેથી ભાગવાની કોશિશ કરું તો તે મારો ચોટલો પકડી લે છે. જે અંગેની વાત સાંભળીને દાદીએ તેના ઉપર નજર રાખી હતી.

તે દરમિયાન રસ્તા ઉપરથી આ બાળા પસાર થતાં આરોપી હરજીએ બાળાનો હાથ પકડી લીધો હતો. જેથી દાદી તેને ઠપકો આપી કહ્યું હતું કે, આજ પછી મારી પૌત્રીની મજાક મસ્તી કરવી નહીં જેથી આરોપી ઉશ્કેરાઇ જઇે અપશબ્દો કહી હુમલો કર્યો હતો. બનાવમાં ઇજાગ્રસ્તને સારવાર માટે ગઢશીશા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 354, 323, 504 હેઠળ માનકુવા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.
First published: May 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading