ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ
પકડાયેલા કપલની તસવીર

ભુજની બજારમાં દંપતી દ્વારા ખરીદી કરવામાં આવી હતી, પરંતુ વેપારીઓને બે હજારની નકલી નોટો આપવામાં આવી હતી. જેથી પોલીસે તાત્કાલીક પગલાં ભરી પોલીસે દંપતીને પકડ્યું હતું.

 • Share this:
  મેહુલ સોલંકી, ભુજ: ગુજરાત (Gujarat) સહિત દેશમાં બનાવટી ચલણી નોટો (fake rupee) પકડાઈ રહી છે. ત્યારે મધ્ય પ્રદેશના દંપતીને (Madhya pradesh couple) પણ પોલીસે 12 લાખની બનાવટી ચલણી નોટો પકડાઈ હતી. મધ્ય પ્રદેશના દંપતીની પોલીસે ધરપકડ (police caught couple) કરી હતી. સાથે જ 12 લાખ રૂપિયાની માતબર રકમની નકલી નોટોને પણ જપ્ત કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે દંપતીએ ભૂજની બજારોમાં 2000 રૂપિયાની નકલી નોટો વેપારીઓને પધરાવી હતી.

  મળતી માહિતી પ્રમાણે મંગળવારે ભુજની બજારમાં દંપતી દ્વારા ખરીદી કરવામાં આવી હતી, પરંતુ વેપારીઓને બે હજારની નકલી નોટો આપવામાં આવી હતી. જે બાબતે એ ડિવિઝન પોલીસમાં રજુઆત કરવામાં આવતા પોલીસે ત્વરિત પગલાં લીધા છે.  જેમાં મધ્યપ્રદેશ પાસીંગની સફેદ કલરની સ્વીફ્ટ ગાડીથી ભુજ રેલ્વે સ્ટેશન પાસે ઉભેલા દંપતીની ધરપકડ કરાઈ હતી. જેમાં રાહુલ કૃષ્ણ ગોપાલ કસેરા અને તેની પત્ની મેઘાની ધરપકડ કરાઈ હતી તેઓ પાસેથી 2 હજાર અને 500 ના દરની 12 લાખની નકલી નોટો કબ્જે કરવામાં આવી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ રવિવારની સાંજે દંપતીને હોલટમાં જમવાનું પાંચ લાખ રૂપિયામાં પડ્યું, વાંચો ચેતવણી રૂપ કિસ્સો

  આ પણ વાંચોઃ-કડીઃ 'તું મને ઓળખે છે ગાડી કેમ ધીમે ચલાવતો નથી' કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ઉપર ચાર લોકોનો હુમલો, live video

  ભારતીય ચલણની બનાવટી નોટો કબજામાં રાખવા તથા તેનો ખરા તરીકે ઉપયોગ કરવા બદલ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live video

  આ પણ વાંચોઃ-લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

  એ ડિવિઝન પોલીસે તપાસ દરમિયાન ભારતીય ચલણની રૂ.૨૦૦૦ના દરની બનાવટી નોટો નંગ-૫૭૪ જેની કિંમત 11,48,000 ભારતીય ચલણની 500 રૂપિયાના દરની બનાવટી નોટો નંગ-125 જેની કિંમત 62,500 રૂપિયા મળ્યા હતા.  આ ઉપરાંત સફેદ કલરની મારૂતી કંપની સ્વીફ્ટ કાર રજી.નં-MP-43-c-9522 કિંમત 1,50,000 રૂપિયા ભારતીય ચલણની 2000 રૂપિયા તથા 500 રૂપિયાના દરની સાચી નોટો કુલ 2500 રૂપિયા તથા મોબાઇલ નંગ-04 કિંમત 52,500 રૂપિયા 9 નવા ખરીદ કરેલ અલગ અલગ કપડા તથા લેડીઝ ચપ્પલ કિંમત.રૂ.3700 કબ્જે કરી હતી.
  Published by:ankit patel
  First published:March 17, 2021, 21:03 pm

  ટૉપ ન્યૂઝ