Home /News /kutchh-saurastra /માંડવીઃ વિપદામાં તંત્ર પર કેટલો ભરોસો રાખવો, સુનામી મોકડ્રીલમાં પણ ટાઇમે ન પહોંચ્યું !

માંડવીઃ વિપદામાં તંત્ર પર કેટલો ભરોસો રાખવો, સુનામી મોકડ્રીલમાં પણ ટાઇમે ન પહોંચ્યું !

માંડવીના મસ્કામાં સુનામીની મોકડ્રીલ યોજાઇ હતી, જો કે આ મોકડ્રીલમાં તંત્ર માત્ર આટાફેરા કરતું જોવા મળ્યું હતું.

માંડવીના મસ્કામાં સુનામીની મોકડ્રીલ યોજાઇ હતી, જો કે આ મોકડ્રીલમાં તંત્ર માત્ર આટાફેરા કરતું જોવા મળ્યું હતું.

    મેહુલ સોલંકી, કચ્છ

    માંડવીના મસ્કામાં સુનામીની મોકડ્રીલ યોજાઇ હતી, જો કે આ મોકડ્રીલમાં તંત્ર માત્ર આટાફેરા કરતું જોવા મળ્યું હતું. બપોરે એક વાગ્યે તંત્ર મસ્કામાં આવેલા રાવળપીર દાદાના મંદિર વિસ્તારમાં સ્થળાંતર માટે પહોંચ્યું હતું કુદરતી આપત્તી વખતે દશેરાના દિવસે તંત્રના ઘોડા દોડતા નથી. ત્યારે મોકડ્રીલમાં પણ તંત્ર મોડુ પડ્યું હતું.

    સવારે 11 કલાકે માંડવી સમીપે આવેલા મસ્કા ગામે માંડવી મામલતદારની ટીમને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરાવવાનું હતું, પરંતુ માંડવી મામલતદારની ટીમ બપોરે સાડાબાર વાગ્યા સુધી પોતાની કચેરીમાં જ આટા ફેરા મારતી નજરે પડી હતી. ત્યારે લોકોમાં એવી રમૂજ પણ ફેલાઈ હતી કે, અને લોકોએ વિશ્વાસ થઇ ગયો કે જો સાચી સુનામી આવે તો તંત્રના ભરોષે તો સાહેબોની રાહ નહિ જુએ.

    માંડવીના મસ્કામાં મોકડ્રીલ યોજાઇ હતી.


    તંત્ર મોકડ્રીલમાં પણ બે કલાક સુધી જાગ્યુ ન હતું. ત્યારે ખરેખર સુનામી ત્રાટકે તો તંત્ર પર શું આશા રાખી શકાય તેવી વાતો લોકોમાં ચર્ચાઈ હતી. ત્યારે બપોરે ૧ વાગ્યાના અરસામાં માંડવી મામલતદાર સહિતની ટીમ મસ્કા પહોંચી હતી અને તંત્ર દ્વારા સુનામીની મોકડ્રીલમાં બચાવ રાહત કામગીરી અને સ્થળાંતરની કામગીરી હાથ ધરાઈ હતી. તો ભુજથી જીલ્લા કલેકટર રેમ્યા મોહન અને જીલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી પણ માંડવી રવાના થયા હતા.

    મોકડ્રીલમાં મામલતદારની ટીમ મોડી પહોંચતા લોકોમાં રમૂજ પેદા થઇ હતી


    આ સુનામીની મોકડ્રીલમાં સ્થાનિક પોલીસ, સરકારી અધિકારીઓ અને એનડીઆરએફ ટીમો જોડાઈ હતી. કચ્છ એ દરિયાઈ સીમા ધરવતો પ્રદેશ હોવાથી સુનામી સમયે કચ્છમાં તારાજી સર્જાઈ શકે તેમ છે. દરિયાઈ સીમાથી નજીક આવેલા ગામોને કેવી રીતે બચાવી શકાય અને લોકોનું તાત્કાલિક સ્થળાંતર કઈ રીતે કરી શકાય તે માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. ૧૦૮ એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર અને પોલીસના કાફલા જોઇને લોકો એક ક્ષણ માટે ગભરાઈ ગયા હતા. જોકે આ મોકડ્રીલ હોવાની જાણ થતા રાહતનો શ્વાસ લીધો હતો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Mock drill, Tsunami

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन