Home /News /kutchh-saurastra /

જૂનાગઢમાં દીપડા બાદ હવે ખેતરોમાં દોડી રહી છે સિંહણ, ખેડૂતો પરેશાન

જૂનાગઢમાં દીપડા બાદ હવે ખેતરોમાં દોડી રહી છે સિંહણ, ખેડૂતો પરેશાન

વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર

આ સિંહણ દિવસે ગમે ત્યારે ખેતરમાં આવી જાય છે જેના કારણે ખેડૂતો ખેતરમાં આવવાથી ડરી રહ્યાં છે.

    અતુલ વ્યાસ, જૂનાગઢ : વિસાવદરમાં દીપડા પછી હવે સિંહનો આતંક શરૂ થયો છે. જૂનાગઢનાં (Junagadh) પાંનરખીયાની સીમમાં ત્રણથી ચાર દિવસથી સિંહણ  (Lioness) ખેડૂતોની પાછળ દોડી રહી છે. આ સિંહણ દિવસે ગમે ત્યારે ખેતરમાં આવી જાય છે જેના કારણે ખેડૂતો ખેતરમાં આવવાથી ડરી રહ્યાં છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે વિસાવદરમાં બેથી ત્રણ બચ્ચા ધરાવતી સિંહણનો ખોફ વધી રહ્યો છે. જૂનાગઢમાં દીપડા બાદ સિંહણનો બેખોફ રીતે વધી રહ્યો છે. આ પહેલા વિસાવદર પંથકમાં દીપડાનો ઘણો જ આતંક હતો જેના કારણે ઘણાં લોકોએ જીવ પણ ગુમાવ્યાં છે. ગામનાં લોકો દીપડાથી તો ત્રસ્ત હતા જે બાદ હવે સિંહણ આ પંથકમાં વધી રહ્યો છે. હાલ ખેડૂતોની પાક લણવાની મોસમ ચાલી રહી છે. ત્યારે આ સિંહણને કારણે લોકોમાં ભયનો માહોલ વધ્યો છે.

    આ પણ વાંચો : અપલખણાઓ વિમાન મુસાફરીમાં પણ ન સુધરે, મહિલાએ શેર કરી તસવીર!

    ખેડૂતો સિંહણનાં કારણે માથા પર હાથ દઇને બેસવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ વનવિભાગ પાસણે આ અંગે કોઇ નક્કર કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.

    થોડા દિવસ પહેલા, જૂનાગઢનાં વિસાવદરનાં પ્રેમપરા ગામે ગતરાત્રીનાં માતા-પિતાનાં પડખામાં સુતેલા બાળકને દીપડો ઉઠાવી જતા માતા-પિતા જાગી જતાં દીપડાની પાછળ દોઢસો ફુટ દોડીને પોતાનાં વ્હાલસોયા દિકરાનો જીવ બચાવ્યાની ઘટના બનતા ભારે દોડધામ મચી ગયેલ. બાળકને થોડા દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. વન વિભાગે આ દીપડાને પકડવાની કામગીરીમાં લાગી ગયા હતાં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Visavadar, ખેડૂત, ગુજરાત, જૂનાગઢ, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन