કચ્છ: હવામાન વિભાગ દ્વારા ભરશિયાળે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વિભાગની આગાહી પ્રમાણે 1 અને 2 ડિસેમ્બરે કચ્છ જિલ્લામાં ઠેર ઠેર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે ત્યારે જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. આ સાથે જ આગાહી પ્રમાણે આ બે દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસવાની અને પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હાલ સામાન્ય કરતા ત્રણથી ચાર ડિગ્રી વધારે તાપમાન વરસાદ પડતાં પારો સામાન્ય પર આવવાની શક્યતા છે. ભરશિયાળે રવિ પાકની વાવણી વચ્ચે વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર