કચ્છમાં કરુણતિંકા! આડેસર ગામના કુંડમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રોનો ડુબી જવાથી મોત, એકના લગ્નની તૈયારી ચાલતી હતી

કચ્છમાં કરુણતિંકા! આડેસર ગામના કુંડમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રોનો ડુબી જવાથી મોત, એકના લગ્નની તૈયારી ચાલતી હતી
અરજણ, મેર અને આલાભાઈની તસવીર

મરનાર ત્રણ યુવાનોમાં એક પરણિત હતો અને એકના લગ્નની તૈયારી હતી. તો આશાસ્પદ યુવાનોના મોતના કારણે આડેસર પંથકમાં અને પરિવારજનોમાં ભારે ગમગની વ્યાપી હતી.

 • Share this:
  મેહુલ સોલંકી, કચ્છઃ કચ્છ જિલ્લાના (kutch) રાપર તાલુકાના આડેસર ગામના (Adesara) ત્રણ આશાસ્પદ યુવાનોના (three boy died) તળાવમાં ડુબીજવાથી (Drowning in a lake) કરુણ મોત નીપજતા ભારે ગમગીની વ્યાપી છે. અત્રે ઉલ્લેખનીય છેં કે મૃતક ત્રણેય યુવાનોમાં એક પરિણિી હતો. અને એકના લગ્નની તૈયારી (Wedding preparations) ચાલતી હતી. તો આશાસ્પદ યુવાનોના મોતના કારણે આડેસર પંથકમાં અને પરિવાર જનોમાં ભારે ગમગની વ્યાપી ગઈ છે. તો બે યુવાનો ઇન્જીનીરિંગ કરેલા હોવાનું જાણવા મળ્યું હતું.

  પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના આડેસર ગામમાં આંશિક લોકડાઉનને લઈને આડેસર ગામના યુવાનો સણવા નજીક આવેલ ઐતિહાસિક નાગતર ગામના શંકર ભગવાનના મંદિર નજીક આવેલ કુંડમાં આડેસર રહેતાં આલાભાઈ આહીર, અરજણભાઈ આહીર અને મેરાભાઈ રબારી નામના ત્રણ આશાસ્પદ યુવાનો ન્હાવા પડ્યા હતાં.  જેમનું કુંડ અંદર કીચડ હોવાથી તેમાં ખુંચી ગયાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યાં છે ત્યારે સાથે રહેલાં યુવાનોએ રાડા રાડ કરતાં નજીક આવેલ ગ્રામજનો અને ખેડૂતોએ મૃતક યુવાનોએ બહાર કાઢ્યા હતાં જેમને આડેસર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં જ્યાં હાજર ડૉકટરે મૃત જાહેર કર્યા હતાં અને વધુ તપાસ આડેસર પોલીસે હાથ ધરી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ આ આર્યુવેદિક દવાથી સિવિલમાં 8000 કોરોના દર્દીઓએ મેળવી રાહત, ફટાફટ તમે પણ જાણી લો

  આ પણ વાંચોઃ-જામનગરઃ અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, ભાભીને છરીના ઘા મારી દીયરે પણ પોતાના શરીર ઉપર ઘા મારતા મોત

  આ પણ વાંચોઃ-રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા

  આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

  અત્રે ઉલ્લેખનીય છેં કે મરનાર ત્રણ યુવાનોમાં એક પરણિત હતો અને એકના લગ્નની તૈયારી હતી. તો આશાસ્પદ યુવાનોના મોતના કારણે આડેસર પંથકમાં અને પરિવારજનોમાં ભારે ગમગની વ્યાપી હતી. બે યુવાનોતો ઇન્જીનીરિંગ કરેલ હોવાનું જાણવા મળ્યું હતું.  અને આડેસરમાં જયારે પણ કંઈક આયોજન કે મુસીબત હોય ત્યારે ખડે પગે યુવાનો રહેતાં હતાં ત્યારે આશાસ્પદ ત્રણ-ત્રણ યુવાનોના મૃત્યુના સમાચારથી વાગડ પંથકમાં અરેરાટી વ્યાપીજવા પામી છે.
  Published by:ankit patel
  First published:April 25, 2021, 17:41 pm

  ટૉપ ન્યૂઝ