Home /News /kutchh-saurastra /પેટ્રોલ પંપના નફામાંથી છત્તીસગઢના કચ્છી માડુ દ્વારા શહીદોના પરિવાર માટે કરાય છે સેવાકાર્યો

પેટ્રોલ પંપના નફામાંથી છત્તીસગઢના કચ્છી માડુ દ્વારા શહીદોના પરિવાર માટે કરાય છે સેવાકાર્યો

અમર જવાન પેટ્રોલ પંપ.

અમર જવાન પેટ્રોલ પંપ થકી થતા ચોખ્ખા નફાનો શહીદ જવાનોના પરિવાર માટે વાપરે છે છત્તીસગઢના રાયપુરમાં રહેતો કચ્છી પરિવાર

કચ્છ: નિસ્વાર્થ સેવા એ કચ્છીયતનો એક વિશેષ ગુણ છે. અને એક કચ્છી દુનિયાના કોઈ પણ ખૂણે જાય ત્યાં પોતાની કચ્છીયત ભૂલતો નથી. ત્યારે જ દુલેરામ કારાણીએ પણ લખ્યું છે કે, "કચ્છડો ખેલે ખલક મેં જીં મહાસાગર મેં મચ્છ, જીત જીત હિકડો કચ્છી વસે ઉત ડિયાણી કચ્છ." કચ્છી વ્યક્તિ પોતાની ભૂમિ, સંસ્કૃતિ અને વારસાને ક્યારેય ભૂલતો નથી અને એ જ કારણ છે કે છત્તીસગઢના રાયપુરમાં રહેતો કચ્છી પરિવાર આજે પોતાના વતનથી 1500 કિલોમીટર દૂર રહીને પણ નિસ્વર્ત સેવા કાર્યો કરી રહ્યું છે.

છત્તીસગઢના રાયપુર શહેરમાં રહેતા હરીશભાઈ જોશી અને તેમનો પરિવાર અનેક વર્ષોથી વિવિધ સેવાકાર્યો કરી રહ્યા છે. પેટ્રોલ પંપના વ્યવસાય સાથે સંળાયેલ આ પરિવાર પોતાની રોજી થકી પણ સેવા આપે છે. આ પેટ્રોલ પંપનું નામ અમર જવાન પેટ્રોલ પંપ રાખવામાં આવ્યું છે. જેવું પંપનું નામ છે તેવા જ આ પંપના કાર્યો છે. પેટ્રોલ પંપ થકી થતો ચોખ્ખો નફો દેશના શહીદ જવાનોના બાળકોના શિક્ષણ તેમજ લગ્ન માટે વપરાય છે.

News18 સાથે ખાસ વાતચીતમાં હરીશભાઈએ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપના નફા દ્વારા કરાતી સેવા ઉપરાંત પંપ પર પ્રવાસીઓ માટે ખાસ ચા, કોફી અને લેમન ટીની સુવિધા રાખવામાં આવી છે અને આ વસ્તુઓ માટે કોઈ રકમ મુલાકાતીઓ પાસેથી લેવામાં આવતી નથી. "હું એક સંયુક્ત પરિવારમાં રહું છું અને બે સમયના ભોજનથી વધારે કમાવવાનું અમને મોહ નથી એટલે જ આ બધો નફો શહીદોના પરિવારની સેવા માટે આપવામાં આવે છે," હરીશભાઈએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ : ગેસ સિલિન્ડર ફ્રી માં ના આપતા સગીરે યુવકની કરી હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

મૂળ ભુજ તાલુકાના મોટા રેહાના વતની, હરીશભાઈના દાદા આઝાદીના સમયગાળામાં નોકરી વ્યવસાય માટે કચ્છથી રાયપુર ગયા હતા, જે તે સમયે મધ્ય પ્રદેશમાં હતું. હરીશભાઈના બા ભુજ શહેરની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મેટ્રિક પાસ થયા હતા અને 1950ના દાયકામાં તેમના રાયપુર ખાતે લગ્ન થાય હતા.

પોતે પગમાં ચપ્પલ નથી પહેરતા પણ અન્ય લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન વેઠવી પડે તે માટે હરીશભાઈ અનેક સેવાકાર્યો કરે છે. છેલ્લા અનેક વર્ષોથી બાળકો માટે ગુરુકુળ ચલાવે છે જેમાં દેશપ્રેમ અને માતા પિતાનો આદર કરવાના સંસ્કાર આપવા પર મહત્વ રાખે છે. ગુરુકુળમાં અત્યારે 600માંથી લગભગ 400 વિદ્યાર્થીઓ, જેમના વાલીઓ નથી, તેમની પાસેથી કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને ગુરુકુળમાં મફત શિક્ષણ, રહેવું અને જમવાનું આપવામાં આવે છે. સાથે જ વિદ્યાર્થીઓ આર્મી અને પોલીસમાં જોડાય તે માટે ખાસ તાલીમ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Rarest of The Rare Case: સુરતમાં બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને ફાંસી

ગૌધન તરફ પણ પોતાની અપાર લાગણીના કારણે જ એક મોટી ગૌશાળા ચલાવે છે જેમાં રસ્તા પર રઝળતી બીમાર ગાયોને રાખવામાં આવે છે. ગૌશાળામાં 24 કલાક ડોક્ટરની સુવિધા રાખી બીમાર ગાયોની સારવાર કરે છે અને કતલખાને લઈ જવાતી ગાયોને છોડાવી ગૌશાળામાં આશરો આપે છે.
First published:

Tags: Kutch, કચ્છ