Kutch Weather: કોલ્ડ વેવની અસર આખરે પૂરી થઈ, હવે કચ્છીઓને ઠંડીથી રાહત મળશે
Kutch Weather: કોલ્ડ વેવની અસર આખરે પૂરી થઈ, હવે કચ્છીઓને ઠંડીથી રાહત મળશે
કચ્છમાં આજથી ઠંડીથી મળશે રાહત
Kutch Weather report હવામાન વિભાગ દ્વારા કચ્છમાં બે દિવસ માટે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી હતી પણ ચાર દિવસ સુધી ચાલેલી આ શીત લહેરથી આખરે કચ્છ વાસીઓને રાહત મળી છે.
કચ્છ: ગુજરાત રાજ્યમાં જાન્યુઆરી માસના બીજા પખવાડિયાથી વાતાવરણમાં (Gujarat atmosphere) ઘણો ઉતાર ચઢાવ આવ્યો છે. કમોસમી માવઠાથી (Unseasonal rains) લઈને કોલ્ડ વેવની (Cold Wave) અસર પણ જોવા મળી હતી. ત્યારે ફરી આજે રાજ્યમાં અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો (Decrease in minimum temperature) નોંધાયો છે. છેલ્લાં થોડાંક દિવસથી હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ કોલ્ડ વેવની અસર વર્તાઈ હતી. લઘુતમ તાપમાનનો પારો નીચે સરકતા ઠંડીનો ઠાર વધ્યો હતો અને ઠંડીના ચમકારાથી લોકો ઠુંઠવાયા હતા તો આજે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. જો કે હવામાન વિભાગ મુજબ કચ્છના (Kutch) કંડલા (Kandla) અને નલિયામાં (Naliya) હાલ કોલ્ડ વેવની અસર પૂરો થઈ ગયી છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લાં થોડાંક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું હતું અને ઠંડા અને સૂકા પવન અનુભવાયા હતા પરિણામે દિવસભર લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી તો ઠેર ઠેર લોકો તાપણી કરતા નજરે પડ્યા હતા. ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં કોલ્ડ વેવની અસર વર્તાઈ હતી.રાજ્યમાં ઉતર પશ્ચિમના ઠંડા પવનો ફૂંકાતા પારો નીચે સરક્યો હતો.
હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના શિતમથક કચ્છના નલિયા ખાતે 5.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં વધ્યું હતું.
રાજ્યના મહાનગરો અમદાવાદ, ગાંધીનગર અને બરોડા તેમજ સરહદી જિલ્લા કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં નોંધાયો છે તો અન્ય જિલ્લાઓમાં અગાઉના પ્રમાણમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું અને આજે દિવસભર તમામ જિલ્લાઓમાં ખુલ્લી વાતાવરણ જળવાઈ રહેશે.
જિલ્લાના મુખ્ય મથક ભુજમાં શુક્રવારે તાપમાનમાં 0.1 ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને ન્યુનત્તમ તાપમાન 9.8 ડિગ્રી થયું હતું. ત્યારે જ કંડલા પોર્ટ પર પણ તાપમાન 0.1 ડિગ્રી નીચું જતાં ન્યુનત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું. તો નલિયાના તાપમાનમાં કોઈ ફરક ન આવતા ન્યુનત્તમ તાપમાન 5.2 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડ વેવની અસર પૂરી થઈ ગઈ હોવાનું કહેવાય થયું છે ત્યારે જિલ્લામાં હજુ પણ ન્યુનત્તમ તાપમાન સામાન્યથી ઘણું નીચું ચાલે છે. નલિયા નું ન્યુનત્તમ તાપમાન સામાન્યથી 5.9 ડિગ્રી નીચે છે જ્યારે કે કંડલાનું તાપમાન સામાન્યથી 4.4 ડિગ્રી નીચું છે જે હજુ પણ કોલ્ડ વેવના લક્ષણો દર્શાવે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર