Home /News /kutchh-saurastra /

કચ્છ: સરકારના BIS સ્ટાન્ડર્ડ મુજબ ISI માર્કના રમકડાં વેંચવા મુદ્દે વેપારીઓ અજાણ, રેડના કારણે વેપારીઓને નુકસાની

કચ્છ: સરકારના BIS સ્ટાન્ડર્ડ મુજબ ISI માર્કના રમકડાં વેંચવા મુદ્દે વેપારીઓ અજાણ, રેડના કારણે વેપારીઓને નુકસાની

રમકડાના

રમકડાના વેપારીઓ

ભારત સરકાર દ્વારા થોડા સમય અગાઉ BIS સ્ટાન્ડર્ડ મુજબ ફક્ત ISI માર્ક ધરાવતા રમકડાં વેંચવા પર જ છૂટ છે. ISI માર્ક સિવાયના રમકડાં વેંચવા પર હવે કાયદેસર ગુનો બને છે. 

    કચ્છ:  ભારત સરકારના રમકડાં મુદ્દે નવા નિયમો પર કચ્છના વેપારીઓ હાલ તકલીફ વેઠવી રહ્યા છે. નવા નિયમોમાં થોડા સમય માટે છૂટછાટ મળે અને વેપારીઓને નવા નિયમો સાથે પરિચિત કરાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

    ભારત સરકાર દ્વારા થોડા સમય અગાઉ BIS સ્ટાન્ડર્ડ મુજબ ફક્ત ISI માર્ક ધરાવતા રમકડાં વેંચવા પર જ છૂટ છે. ISI માર્ક સિવાયના રમકડાં વેંચવા પર હવે કાયદેસર ગુનો બને છે. આ નિયમો બાદ કચ્છમાં અનેક રમકડાના વેપારીઓ પર BIS શાખાની રેડ પડી હતી અને દંડ ફટકારવા ઉપરાંત માલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા ટોય એન્ડ ગિફ્ટ આર્ટિકલ એસોસિયેશન દ્વારા આ મુદ્દે ગુરુવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: કોરોનાના કહેર વચ્ચે તંત્ર હરકતમાં: ધન્વંતરિ હોસ્પિટલ ફરી શરૂ કરવા કવાયત

    વેપારી સંગઠન માંગ કરે છે કે હાલમાં વેપારીઓ પર રેડ પડી રહી છે ત્યારે વેપારીઓ આ નવા નિયમોથી અજાણ છે અને મંગાવેલ માલનું વેચાણ વેપારીઓ કરે ત્યાં સુધી છૂટ આપવામાં આવે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર