Home /News /kutchh-saurastra /

કચ્છ: શોર્ટ લાગતા પાંચ મોરના મોત, વનતંત્ર સામે ઉઠ્યા સવાલો

કચ્છ: શોર્ટ લાગતા પાંચ મોરના મોત, વનતંત્ર સામે ઉઠ્યા સવાલો

ફાઇલ તસવીર

    કચ્છમાં એકસાથે પાંચ રાષ્ટ્રીય મોરના મોત થતા ચકચાર મચી છે.સૂઝલોન કંપનીના વાયરો મોરના મોતનું કારણ બન્યા છે. વાયરિંગમાં શોર્ટ લાગતા પાંચ મોરના મોત નિપજ્યા છે. જો કે આ મામલે અબડાસાના ધારાસભ્યએ સૂઝલોન કંપની સામે સવાલો ઉઠાવ્યા છે.

    મળતી માહિતી મૂજબ કચ્છના અબડાસા વામોટીમાં એક સાથે પાંચ મોરના મોત થયા છે. મોરના મોતની માહિતી મળતા જ વન વિભાગ વામોટી ગામે આવી પહોંચ્યુ હતુ અને મોતના કારણની તપાસ હાથ ધરી હતી. વાત એમ છે કે સરકારે સૂઝલોન કંપનીને અન્ડર ગ્રાઉન્ડ વાયરો નાખવા આદેશ કર્યા હતા. જેને લઇ વાયરો અન્ડર ગ્રાઉન્ડ નાખવામાં આવ્યા હતા. વાયરિંગમાં શોર્ટ લાગતા મોટી સંખ્યામાં મોરના મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

    મોરના મોત સામે અબડાસાના ધારાસભ્યએ સૂઝલોન કંપની સામે ઉઠાવ્યો છે, કહ્યુ કે સૂઝલોન કંપની સરકારના આદેશને ઘોળીને પી ગઈ છે. આ ઉપરાંત વનતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જ્યારે સ્થાનિકો ફોરેસ્ટની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

    સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પહેલા એકસાથે 25 મોર મોત થયા હતા. જેનો હજુ સુધી કોઈ રિપોર્ટ આવ્યો નથી. આથી મોરના મોત મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ફોરેસ્ટ અધિકારીઓ જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Kutch, Peacock, જંગલ, મોત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन