કચ્છ: શિયાળો કિંગ કહેવાતા અડદિયા મીઠાઈની માંગ કચ્છ અને ગુજરાત સાથે દેશ-વિદેશમાં જોવા મળે છે. કચ્છી અડદિયા સમગ્ર ગુજરાત સહિત મુંબઈ તેમજ વિદેશમાં અમેરિકા બ્રિટન અને દુબઈ જેવા દેશોમાં મોકલવામાં આવે છે. ફક્ત શિયાળામાં બનતી કચ્છની ખાસ મીઠાઈ આ સિઝનમાં લોકોમાં ખૂબ પ્રિય છે. અડદની દાળથી દેશી ઘીમાં બનતી આ મીઠાઈમાં ડ્રાયફ્રુટ ઉપરાંત 40 જાતના મસાલાઓ હોય છે.
આ મસાલાઓ શિયાળા ઋતુ માં શરીરને ગરમ રાખે છે જેથી ઠંડીમાં જ આ મીઠાઈ ખાવાનું લોકો પસંદ કરતા હોય છે. અડદનો લોટ દૂધ અને ઘી નું મિશ્રણ બનાવી તેને ગરમ દેશી ઘીમાં ઉમેરવામાં આવે છે. આ મિશ્રણમાં વિવિધ પ્રકારના પીસેલા મસાલાઓ ઉમેરાય છે અને ત્યારબાદ તેમાં ચાસણી ઉમેરવામાં આવે છે. આ સિવાય હવે બજારમાં ડ્રાયફ્રુટ અડદિયાની માંગ પણ ખુબ વધી છે. કચ્છમાં શિયાળો જામી ગયો હોતા અડદિયાનો વેચાણ શરૂ થઈ ગયો છે. છેલ્લા બે વર્ષે કોરોના ના કારણે મીઠાઈઓ ના ધંધામાં મંદી જોવા મળી હતી ત્યારે આ વર્ષે સારી કમાણીની ધંધાર્થીઓને આશા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર