અછતમાં રાહત: સરહદ ડેરીએ દૂધનાં ખરીદ ભાવોમાં વધારો કર્યો

News18 Gujarati
Updated: May 14, 2019, 2:16 PM IST
અછતમાં રાહત: સરહદ ડેરીએ દૂધનાં ખરીદ ભાવોમાં વધારો કર્યો
પ્રતિકાત્મક તસવીર

આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટર દૂધના ભાવોમાં ૧.૫ રૂપિયા સુધી વધારો થશે

  • Share this:
અંજાર: કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા તમામ મંડળીઑ માટે દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલોફેટ ૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે હાલના પ્રતિ કિલો ફેટ રૂપિયા ૬૦૦ થી વધારી અને ૬૨૦ રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવશે.

આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટર દૂધના ભાવોમાં ૧.૫ રૂપિયા સુધી વધારો થશે અને માસિક રૂપિયા ૧.૫ કરોડ રૂપિયા પશુપાલકોને વધુ મળશે.

આ ભાવો આગામી ૧૬ મેથી અમલમાં આવશે તેવું ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું. તેમણે જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં દુષ્કાળની કપરી પરિસ્થિતીને કારણે છેલ્લા કેટલાક સમયમાં ખાણ દાણ તથા લીલો ચારો તેમજ સૂકા ચારાના ભાવમાં થયેલ વધારાના કારણે દૂધ સંઘ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આ ભાવો ઉપરાંત દૂધ સંઘ દ્વારા વર્ષાન્તે દૂધ ભાવફેર (બોનસ) પણ ચૂકવવામાં આવે છે જેની ગણતરી કરવામાં આવે તો ભાવોમાં ૩૦ રૂપિયા વધારે થવા જાય છે અને કુલ ભાવો ૬૫૦ રૂપિયા પ્રતિ કિલો ફેટ પશુપાલકોને મળે છે જે મુજબ ગુજરાતના ફેડરેશન સાથે સંકળાયેલા ૨૧ સંઘો માથી સૌથી વધુ ભાવો ચૂકવતા સંઘોમાં પ્રથમ ૩ ક્રમાંકમાં કચ્છ દૂધ સંઘ આવે છે. આગામી દિવસોમાં દૂધ ભાવફેરની ચુકવણી કરવાની ચાલુ કરી દેવામાં આવશે.”

વિમલજી હુંબલે જણાવ્યું કે, “દૂધ સંઘ દ્વારા હર હંમેશ પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવેલોછે તેમજ ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં દુષ્કાળની અતિ ગંભીર પરિસ્થિતી છે જેને ધ્યાને લઈ દૂધ સંઘ દ્વારા ચાલુ વર્ષે દૂધના ભાવોમાં ઘટાડો કરવામાં આવેલ ન હતો તેમજ દૂધ ભાવફેરની રકમ પણ પૂર્ણ વર્ષ દરમિયાન ભરાવવામાં આવેલ દૂધના પ્રમાણમાં ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેમજ પશુપાલકોને ૧૦ હજાર મકાઇના બિયારણની કીટ વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ જેના કારણે લીલા ચારાનું પશુપાલકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે તેમજ સરહદ દાણમાં પણ ૨૫૦ રૂપિયા સબસિડી આપવામાં આવે છે જેથી દૂધ ઉત્પાદનના ખર્ચના ઘટાડામાં પશુપાલકોને રાહત મળી રહે.”
First published: May 14, 2019, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading