કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમ ઓવરફ્લો, રઈસ ફિલ્મનું શૂટિંગ થયું હતું તે ખારી નદી વહેતી થઈ

કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમ ઓવરફ્લો, રઈસ ફિલ્મનું શૂટિંગ થયું હતું તે ખારી નદી વહેતી થઈ
ટપ્પર ડેમ, ખારી નદી.

ભુજની હમીરસર તળાવ ભરાવા આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા, અત્યાર સુધી કચ્છમાં સિઝનનો 188 ટકા વરસાદ ખાબક્યો.

  • Share this:
    ભુજ : કચ્છ (Kutch Rain Updates)માં આ વર્ષે મેઘરાજાએ ભારે હેત વરસાવ્યું છે. 23મી ઓગસ્ટ સુધી કચ્છમાં સિઝનનો 188 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં પડેલો આ સૌથી વધારે વરસાદ છે. સોમવારે પણ કચ્છમાં મેઘમહેર શરૂ રહી હતી. ત્યારે કચ્છની જીવાદોરી સમાન એવો ટપ્પર ડેમ (Tappar Dam) છલકાયો છે. ડેમ ઓવરફ્લો (Overflow) થયા બાદ તેના ત્રણ દરવાજા ખોલવમાં આવ્યા છે. પૂર્વ કચ્છને આ ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચે આવતા 12 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સોમવારે પણ ભુજ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ભુજ શહેર, માધાપર સહિતમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.

    ભુજની ખારી નદીમાં પાણી વહેતું થયું



    કચ્છમાં વરસાદથી ભુજની ખારી નદી વહેતી થઈ છે. આ એ નદી છે જ્યાં રઈસથી લઈને અનેક ફિલ્મોનાં શૂટિંગ થયા છે. નદી વહેતી થતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

    આ પણ વાંચો : સુરતની મીઠી ખાડીએ ફરી દશા બગાડી, બીજી તરફ ફ્લડ ગેટ બંધ કરાતા ગટરીયા પૂરનું જોખમ

    હાઇવે પર પાણી ભરાયા

    કચ્છમાં વરસાદથી ભુજ-માધાપર હાઇવે પર પાણી ભરાયા છે. પાણીને કારણે વાહન ચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડી હતી. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે વેપારીઓએ પોતાની દુકાનો સ્વયંભુ બંધ રાખી હતી. બીજી તરફ હમીરસર તળાવ ભરાવા આવતા લોકો સવારથી જ જોવા માટે ઉમટી પડ્યા હતા. તળાવ ભરાવા આવતા લોકોમાં અનોખી ખુશી જોવા મળી હતી. બીજી તરફ નખત્રાણા તાલુકાનાં દેવીસર ગામનાં ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તોરોના ઘરોમાં પાણી ભરાતા લોકોએ હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે.



    આ પણ વાંચો : મચ્છુ-2 ડેમનું પાણી ફરી વળતા મોરબી-કચ્છ હાઇવે બંધ કરાયો, બંને બાજુ વાહનોની લાંબી કતારો

    પાવર પટ્ટીનો ડેમ ઓવરફ્લો

    કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમ ઉપરાંત પાવર પટ્ટીના નીરોણા ગામનો નાની સિંચાઇ યોજનાનો ડેમ પણ ઓવરફ્લો થયો છે. બીજી તરફ અબડાસા તાલુકાના સાંધવ ગામમાં નદી બે કાંઠે વહી રહી છે. નદી બે કાંઠે વહેતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના પગલે રવા, બીટીયારી, ભાચુંડા, સાંધવ સહિતના ગામોને જોડતો રસ્તો બંધ થયો છે. જ્યારે અબડાસાના જ ગોયલા ગામ ખાતે લોકો મકાન ખાલી કરીને ઊંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરી ગયા છે. ગોયલા ડેમ તૂટવાની શક્યતાને લઈને લોકોએ સ્થળાંતર કર્યું છે.

    વરસાદ વચ્ચે ભૂકંપનો આંચકો

    કચ્છમાં મેઘમહેર વચ્ચે ભૂકંપનો આંચકો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે. સોમવારે સવારે 10:07 મિનિટે 4.1ની તિવ્રતાના કંપની સાથે ધરા ધ્રુજી હતી. રાપરથી 29 કિલોમીટર દૂર સ્થળ પર આંચકો અનુભવાયો હતો.

    કચ્છમાં 24 કલાકમાં પડેલો વરસાદ (તા. 24 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધી)

    અંજાર: 199 મી.મી.
    અબડાસા: 68 મી.મી.
    ગાંધીધામ:112 મી.મી.
    નખત્રાણા: 59 મી.મી.
    ભચાઉ: 173 મી.મી.
    ભુજ: 92 મી.મી.
    મુન્દ્રા: 99 મી.મી.
    માંડવી: 90 મી.મી.
    રાપર: 137 મી.મી.
    લખપત: 10 મી.મી.
    Published by:Vinod Zankhaliya
    First published:August 24, 2020, 18:19 pm

    ટૉપ ન્યૂઝ