Kutch News : કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં (Bhuj) પ્રથમ વખત ચિટીંગના (cheating) ઉદ્દેશથી છાપવામાં આવેલી નકલી નોટોનો (fake currency) મોટો જથ્થો પકડી પાડ્યો છે. નકલી નોટો સહિત 18 લાખના મુદ્દામાલ સાથે ભુજની ચિટર ટોળકી (cheater gang) ઝડપાઇ છે. મિલિટરી ઇન્ટેલીજન્સની (Military intelligence) ટીપ્સ પરથી સસ્તા સોનાના નામે ચિંટીંગ થાય તે પૂર્વે પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચે (West Kutch Local Crime Branch) દરોડો પાડી મકાનમાંથી 39,450ની નોટ, સોનાનું પાણી ચડાવેલા 15 બિસ્કિટો સહિત ચલણી નોટો પણ કબજે કર્યા હતા.
રાજસ્થાનના કેટલાક લોકોને સસ્તા સોનાના નામે છેતરવાની પેરવી ભુજની ચીટર ટોળકી કરી રહી હોવાની મિલેટ્રી ઇન્ટેલીજન્સમાંથી પશ્ચિમ કચ્છ પોલીસને બાતમીના મળતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજ એરપોર્ટર રોડ પર ગાંધીનગરીમાં રહેતો અને કચ્છનો કુખ્યાત ચીટર દિલાવર કકલના મકાનમાં છાપો માર્યો હતો.
પોલીસ રેડ દરમિયા ચિટર ટોળકીની મહિલા સહિતનાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. એલસીબીએ એક મહિલા સહિત પાંચ ચીટરોને ઝડપી પાડ્યા હતા. તેમના કબજામાંથી બોગલ નોટના 69 બંડલો, સોનાના પાણી ચડાવેલ 15 નંગ બિસ્કીટો, ભારતીય બનાવટની અલસી નોટ રૂપિયા 39,450 તેમજ કાર, જીપ, મોબાઇલો નંગ 8 સહિત 18,19,650ના મુદામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ તળે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
ચિટર ગેંગ દ્વારા ચલણી નોટો જેવી દેખાતી 100, 200, 500 અને 2000ની ફૂલ ઓફ ફન અને ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડીયા લખેલી નોટો છાપી હતી જેનો વપરાશ લોકો સાથે છેતરપિંડીમાં કરવાના હતા.