કચ્છ: ત્રિપુરામાં થઈ રહેલી હિંસાના પડઘા કચ્છમાં પડ્યા છે. રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા હિંસાના પીડિતોને ન્યાય આપવા માંગ કરાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને હિંદુ જાગરણ મંચ જેવા સંગઠનો વિરુદ્ધ સ્થાનિકોને ઉશ્કેરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા હતા. તેમજ મોરબીમાં યોજાયેલી એક સભામાં મુસ્લિમ સમાજની ધાર્મિક જગ્યાઓને તોડી પાડવાની વાતનો વિડીયો વાયરલ થતા યોગ્ય પગલા લેવાની માંગ કરી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર