મેહુલ સોલંકી, ભુજ : નારણપર રોડ પર અકસ્માતે ટ્રેક્ટર પુલમાં ખાબકતા આગ લાગી, આગમાં એક વ્યક્તિ જીવતું ભડથું થયો હતો. ભુજ તાલુકાના નારણપર રોડ પર એક ટ્રેકટર અકસ્માતે પુલમાં ખાબકયું હતું, પુલ પરથી નીચે પટકાતા ટેક્ટરમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં એક વ્યક્તિ આગમાં જીવતો ભડથુ થયો છે.
આ ઘટનાની જાણ જાગૃત નાગરિક દ્વારા પોલીસને કરાઇ હતી ત્યારે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
સમગ્ર ઘટનામાં ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે આગના કારણે એક વ્યક્તિનું જીવતા ભડથું થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો. તો આગનો અન્ય એક બનાવ ભુજ માધાપર હાઇવે પર ગત મોડી બન્યો હતો, જેમાં ઘાસ ભરેલ બોલેરો કારમાં અચાનક આગ લાગી હતી જેમાં ફાઈયર બ્રિગેડની 2 ટિમ દ્વારા આગ પર કાબુ મેડવાયો હતો જોકે આગથી ઘાસ તેમજ બોલેરો બન્ને બડીને ખાખ થયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે, આવો જ એક બનાવ રાજકોટ જિલ્લામાં સામે આવ્યો હતો. જેમાં જેતપુર તાલુકાના દેવકી ગાલોર ગામે એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખેતરમાં આગ લાગતા પોતાના ઉભા પાકને બચાવવા જતા ખેડૂત પોતે આગની લપેટમાં આવી જતા ખેતરમાં જ ભડથુ થઈ ગયો હતો. ખેતરમાં ઘઉંના પાકમાં અકસ્માતે લાગેલી આગને ઓલાવવા જતા એક 65 વર્ષના વૃદ્ધ ખેડૂતનું આગને ઝપટે ચડી જતા તેનું આગમાં ભળથું થઈ જવાથી કરુણ મોત થયું હતું.