કચ્છના (Kutch) માંડવી (Mandvi) તાલુકાના નાના લાયજા ગામની જમીન ઠગાઈ પ્રકરણમાં આજે સી.આઈ.ડી.એ ફરિયાદ નોંધી છે. 25 એકર જમીનના ખોટા સહી સિક્કા સાથેના દસ્તાવેજો દેખાડી ભવિષ્યમાં મોટા લાભની લાલચ આપી ઠગાઈ કરાઇ હતી.માંડવી તાલુકાના નાના લાયજા ગામના 4.60 કરોડના જમીન ઠગાઈ પ્રકરણમાં ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ બાદ ધરપકડ કરાઈ છે. 4.60 કરોડની ઠગાઈ જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી મોટો જમીન ઠગાઈ પ્રકરણ માનવામાં આવે છે.
બીજી તરફ કુકમા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પંચાયત સભ્ય પતિ વિરુદ્ધ ૫ લાખની લાંચ લેવા બાબતે ફરિયાદ નોંધાઈ છે. મોડેલ સરપંચ કહેવાતા એવા કંકુબેન વણકરને લાંચ લેવાના આરોપમાં એ.સી.બી.એ ફરિયાદ નોંધી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર