કચ્છમાં કલંકીત ઘટના: વૃદ્ધે વાછરડી સાથે કર્યું ના કરવાનું કામ, CCTV Videoથી ફૂટ્યો ભાંડો

કચ્છમાં કલંકીત ઘટના: વૃદ્ધે વાછરડી સાથે કર્યું ના કરવાનું કામ, CCTV Videoથી ફૂટ્યો ભાંડો
વૃદ્ધે વાછરડી સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

વૃદ્ધે પોતાના ગુનાની પોલીસ સમક્ષ કબુલાત કરી લીધી છે. આ ઘટનાની જાણ થતા ગૌ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે, અને વૃદ્ધ પણ સમાજમાં ક્ષોભ જનક સ્થિતિમાં મુકાયા છે.

 • Share this:
  મેહુલ સોલંકી, કચ્છ: રાજ્ય સહિત દેશભરમાં મહિલાઓ, બાળકીઓ તથા નાના બાળકો સાથે અત્યાચારના ગુનાઓ રોજે-રોજ સામે આવે છે. પરંતુ આજે કચ્છમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે હવસખોરીની તમામ હદ પાર કરી દીધી છે. અહીં કોઈ મહિલા, બાળકી કે બાળક સાથે નહીં પરંતુ અબોલ વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જેને-જેને જાણ થઈ રહી તે લોકો આ મામલે ફિટકાર વરસાવી રહ્યા છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના ભુજમાં કળીયુગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હવસખોરોને પણ શરમ આવી જાય તેવું કૃત્ય એક વૃદ્ધ વ્યક્તિએ કર્યું છે. વૃદ્ધે વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા ચારે તરફથી ફિટકાર વરસવા લાગ્યો છે. સ્થાનિકોએ વૃદ્ધને પોલીસને સોંપતા પોલીસે અટકાયતી પગલા ભરી વૃદ્ધ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.  આ પણ વાંચોછોટાઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

  વિગતે ઘટનાની વાત કરીએ તો, ભુજ શહેરના રવાણી ફળિયામાં રહેતા એક વૃદ્ધ (ઉંમર - 60)એ ઘર આંગણે આવેલી વાછરડી સાથે એકલતાનો લાભ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આ ઘટના પછીનો સીસીટીવી વિડિયો સામે આવતા ભાંડો ફૂટ્યો હતો. ઘટનાની જાણ સ્થાનીકોને થતા લોકોએ ફિટકાર વરસાવ્યો હતો અને હવસખોર વૃદ્ધને પોલીસના હવાલે કર્યો છે. પોલીસે વૃદ્ધની પુછતાછ કરતા પોલીસ સમક્ષ વૃદ્ધે આ કૃત્ય કર્યાની કબુલાત પણ કરી લીધી છે. પોલીસે હાલમાં વૃદ્ધની અટકાયત કરી કસ્ટડીમાં રાખી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

  આ પણ વાંચોભાગ્યની ક્રૂર મજાક, લગ્ન પહેલા જ વરરાજાનું મોત, ડોડિયા પરિવારમાં ખુશીના અવસરે જ માતમ છવાયો

  મહત્વની વાત એ છે કે, આ ઘટના પછીનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો સ્થાનિક મહિલાઓએ જોતા ઘટના સામે આવી હતી. જેમ જેમ વાત ફેલાતી ગઈ તેમ લોકો એક્ત્ર થયા અને વૃદ્ધને સબક શિખવાડવા માટે પોલીસના હવાલે કર્યો. આ ઘટનાની જાણ થતા ગૌ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે, અને વૃદ્ધ પણ સમાજમાં ક્ષોભ જનક સ્થિતિમાં મુકાયા છે.
  Published by:kiran mehta
  First published:May 11, 2021, 23:00 pm

  ટૉપ ન્યૂઝ