કચ્છઃ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસ, નાસતા ફરતા ત્રણ પોલીસકર્મીઓ ઝડપાયા, કેમ માર્યો હતો ઢોર માર?

કચ્છઃ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસ, નાસતા ફરતા ત્રણ પોલીસકર્મીઓ ઝડપાયા, કેમ માર્યો હતો ઢોર માર?
પકડાયેલા પોલીસ કર્મીઓની તસવીર

મુન્દ્રા તાલુકાના સમાઘોઘામાં રહેતા ચારણ સમાજના બે યુવાનોને પોલીસ કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવતા બે યુવાનોનું મોત નિપજ્યું હતું. આ કેસમાં પોલીસ કર્મચારીઓ શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ અને જયવીરસિંહ ઝાલાની ભાવનગરમાંથી ધરપકડ કરાઈ છે.

 • Share this:
  મેહુલ સોલંકી, કચ્છઃ કચ્છનાં  (kutch) ચકચારી મુન્દ્રા ક્સ્ટોડીયલ ડેથ કેસમાં (Mundra Custodial Death Case) પોલીસે ભાગેડુ ત્રણ પોલીસકર્મીઓની (police men) ધરપકડ કરી છે. આ કેસમાં છેલ્લા બે મહિનાથી ફરાર ભાગેડુ પોલીસ કર્મચારીઓ ભાવનગરમાંથી (bhavnagar) દબોચાયા છે

  મુન્દ્રા પોલીસે ચોરીના શકમંદો તરીકે ત્રણ ગઢવી યુવાનો પર દમન ગુજાર્યો હતો જે પૈકી બે યુવાનોનું મોત નીપજ્યું હતું. જે કેસમાં મુખ્ય ત્રણ આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે ભાવનગર પોલીસની મદદથી ભાવનગરમાંથી ઝડપી પાડ્યા છે. ચકચારી મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના પ્રકરણમાં એટીએસ,ભુજ એલસીબી, મુન્દ્રા પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા આરોપીઓને શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં અંતે પોલીસને સફળતા મળી છે.  પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘે જણાવ્યું હતું કે, મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ભાગેડુ જાહેર કરાયેલા મુખ્ય ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસ કર્મચારીઓ શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ અને જયવીરસિંહ ઝાલાની ભાવનગરમાંથી ધરપકડ કરાઈ છે. ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી આરોપીઓ ભાવનગરમાં હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ભાવનગર પોલીસની મદદ લઈને બે આરોપીઓને ભાવનગરથી એક હોટલમાંથી ઝડપી લેવાયા હતા અને અન્ય એક શખ્સ ભાવનગરમાંથી જ ઝડપાયો હતો.

  આ પણ વાંચોઃ-જમાઈ બન્યો જમ! પત્ની, સાળી અને સાસુ-સસરાને ઝેર ભેળવેલી માછલી ખવડાવી, સાસુ-સાળીનું મોત, પત્ની કોમામાં

  આ પણ વાંચોઃ-વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં લખી 'ગંદી ટીચર'ની કહાની, 'તેના10 લોકો સાથે ચક્કર હતા, મને તબાહ કરી દીધો, મારો બદલો લેજો'

  આ કેસમાં અગાઉ મુન્દ્રાના પીઆઈ સહિત સમાઘોઘાના પૂર્વ સરપંચ તેમજ બે જીઆરડી જવાન, કોન્સ્ટેબલ, આરોપીને આશરો આપનાર વ્યક્તિ સહિતનાઓની ધરપકડ કરાઈ ચૂકી છે. જ્યારે હતભાગી યુવાનો પર દમન ગુજારનાર મુખ્ય ત્રણ પોલીસ કર્મીઓ છેલ્લા લાંબા સમયથી પોલીસને હાથ લાગ્યા ન હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે સીઆરપીસીની કલમ 70 મુજબનું વોરન્ટ પણ કોર્ટમાંથી મેળવ્યું હતું અને ત્રણેય આરોપીઓને ભાગેડુ જાહેર પણ કરાયા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

  આ પણ વાંચોઃ-પકડાઈ જવાના ડરે ભ્રષ્ટ મામલતદારે રસોડામાં સળગાવી દીધા રોકડા રૂ.20 લાખ, છતાં ઝડપાયો

  દરમિયાન પોલીસને આ ભાગેડુ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.જેથી આ વણઉકેલાયેલા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે,આરોપીઓ અત્યાર સુધી કયા નાસ્તા ફરતા રહ્યા તેમજ યુવાનોને ઢોર માર મારવા પછવાડે શુ કારણ હતું તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.  નોંધનીય છે કે, મુન્દ્રા તાલુકાના સમાઘોઘામાં રહેતા ચારણ સમાજના બે યુવાનોને પોલીસ કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવતા બે યુવાનોનું મોત નિપજ્યું હતું. જે ઘટનાના સમગ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સમગ્ર બનાવને કારણે પોલીસની છબી પણ ખરડાઈ છે ત્યારે પોલીસે વોન્ટેડ પોલીસ કર્મીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:ankit patel
  First published:March 26, 2021, 18:59 pm