કચ્છ: ‘સુરતના કિસ્સા કરતા તમારી દીકરીની ખરાબ હાલત કરીશ’ કહીને જમાઈએ આત્મહત્યાની ધમકી આપી
કચ્છ: ‘સુરતના કિસ્સા કરતા તમારી દીકરીની ખરાબ હાલત કરીશ’ કહીને જમાઈએ આત્મહત્યાની ધમકી આપી
પોલીસમાં નોંધાઇ ફરિયાદ
કચ્છ જિલ્લા પંચાયતમાં (Kutch Jilla Panchayat) ફરજ બજાવતા કર્મચારીને તેમના પોતાના જમાઈ દ્વારા જ ધમકી (Threatening) આપવામાં આવી હતી કે તેમની દીકરીની હાલત સુરતના કિસ્સા કરતા પણ ખરાબ કરશે.
Kutch: હાલમાં જ સુરતમાં (Surat) જાહેરમાં 21 વર્ષીય યુવતીની કરપીણ હત્યાથી (Surat Murder) દેશભરમાં ચકચારી મચી હતી. તેવામાં કચ્છ જિલ્લા પંચાયતમાં (Kutch Jilla Panchayat) ફરજ બજાવતા કર્મચારીને તેમના પોતાના જમાઈ દ્વારા જ ધમકી (Threatening) આપવામાં આવી હતી કે તેમની દીકરીની હાલત સુરતના કિસ્સા કરતા પણ ખરાબ કરશે. આ પ્રકારની ધમકી બાદ યુવતીના પિતાએ ભુજ સિટી પોલીસ સ્ટેશન (Bhuj city police station) ખાતે ફરિયાદ નોંધાવી હતી.
ગત અઠવાડિયે જ સુરતમાં ધોળે દિવસે જાહેરમાં 21 વર્ષીય ગ્રીષ્માની છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. આ ઘટનાના વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા દેશભરમાં આ મુદ્દે ચર્ચા જાગી હતી અને સૌ કોઈએ ગ્રીષ્માના પરિવાર માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. પણ બુધવારે કચ્છમાં બનેલા એક બનાવથી કચ્છમાં ચર્ચાઓ જાગી છે.
કચ્છ જિલ્લા પંચાયતમાં આંકડા મદદનીશ તરીકે ફરજ બજાવતા જશવંત મકવાણા બુધવારે પોતાના ઘરે હતા ત્યારે ગોધરા-પંચમહાલ રહેતા તેમના જમાઈ ઉમેશ મણીલાલ ચૌહાણ તેમના ઘર બહાર આવ્યો અને ધમકી આપી હતી કે, "સુરતના કિસ્સા કરતા હું તમારી દીકરીની ખરાબ હાલત કરીશ અને આતમારી દીકરીને હું જાનથી મારી નાખીશ."
ઉલ્લેખનીય છે કે જશવંતભાઈના પુત્રીનો તેમના પતિ સાથે અણબનાવ બનતા બન્ને અલગ રહેવા લાગ્યા હતા અને હાલ એ મુદ્દે ભુજ ફેમિલી કોર્ટમાં પિટિશન પણ દાખલ છે.
બુધવારે આ પ્રકારની ધમકી આપ્યા બાદ જશવંતભાઈની પુત્રીના ફોન પર તેમના જમાઈ એ મેસેજ કરીને પણ કહ્યું હતું કે, "હું દુનિયા છોડી જાઉં છું. છેલ્લી વાર ઉમિયા ને જોવી હતી પણ તે શક્ય ન બન્યું. ગુડ બાય હું ભુજમાં જ મરીશ ગુડ બાય." આ પ્રકારનું મેસેજ આવતા જશવંતભાઈ પોતાની પુત્રી સાથે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા અને ફરિયાદમાં લખાવ્યું હતું કે જો તેમના જમાઈ કોઈ અજુગતું પગલું ભરે તો તેમની જવાબદારી રહેશે નહીં..
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર