કચ્છમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં સવારે આશરે 9.46 કલાકની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ છે. ગઈ કાલે રાત્રે ભચાઉમાં 2.19 વાગ્યે પણ આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા નોંધાઇ હતી
કચ્છનાં મોટાભાગના વિસ્તારોમાં આંચકો અનુભવાયો
માહિતી મળતા, ખાવડાથી ઇસ્ટથી સાઉથ ઇસ્ટ તરફ 26 કિમી ભૂકંપનું કેન્દ્રબિંદુ જોવા મળ્યું છે. ભૂકંપની તીવ્રતા 4 રેક્ટર સ્કેલ ઉપરની હોવાથી કચ્છનાં મોટાભાગના વિસ્તારોમાં આ આંચકોનો અનુભવ થયો છે. ખાવડામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાને કારણે આની અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ થઇ હતી.
મોટી જાનહાનીના સમાચાર નથી
સૌથી વધુ તીવ્રતા કચ્છ, ભૂજના વિસ્તારમાં નોંધાઇ હતી. આ ભૂકંપના કારણે લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા પરંતુ સદનસીબે, હજી કોઇ મોટી જાનહાનીના સમાચાર મળ્યા નથી.
નવા વર્ષ 2021નું સ્વાગત ઉલ્કાવર્ષાથી થશે, જાણો ક્યારે અને કેવી રીતે જોઇ શકશો
ભચાઉમાં પણ રાતે આંચકો અનુભવાયો હતો
ગઈ કાલે રાત્રે ભચાઉમાં 2.19 વાગ્યે પણ આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી 12 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું.
નોંધનીય છે કે, નવેમ્બર મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કીમી દૂર નોંધાયું છે. બપોરે 3.40 કલાકે હળવો ભૂકંપ અનુભવાયો છે. સુરત અને ભરૂચની સાથે ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. હાલોલમાં 3 સેકેન્ડ સુધી ધરાધ્રૂજી છે. તો પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. વડોદરાના સાવલી તાલુકામાં 2થી 4 સેકન્ડ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.