કચ્છ: રમતાં રમતાં ત્રણ કિશોર રેતીમાં દટાયા, મોત નીપજતા ગ્રામજનો હિબકે ચઢ્યાં

કચ્છ: રમતાં રમતાં ત્રણ કિશોર રેતીમાં દટાયા, મોત નીપજતા ગ્રામજનો હિબકે ચઢ્યાં
હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

 • Share this:
  કચ્છના (kutch) ખાવડામાં કંપકંમાટી છૂટી જાય તેવી ઘટના બની છે. ગામ પાસે આવેલી નદીની રેતીમાં (playing in river sand) દટાઇ જવાથી ત્રણ કિશોરોનાં મોત નીપજ્યાં છે. આ મૃતક કિશોરો પિતરાઇ ભાઇ હતા. ગામજનોની ચર્ચા પ્રમાણે, આ બાળકો રેતીમાં ખાડો બનાવીને તેની અંદર રમી રહ્યા હતા. ત્યારે રેતી તેમની પર ધસી પડતા આ અકસ્માત સર્જાયો છે. હાલ સ્થાનિક પોલીસ (police) ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

  મોડે સુધી ઘરે ન આવતા થઇ શોધખોળ  આ અંગે મળતી માહિતી પ્રમાણે, સરહદી ગામ ધ્રોબના પાસેની હુસેની વાંઢમાં રહેતા મુનીર, કલીમ અને રજા ત્રણેય પિતરાઈ ભાઈઓ ગઇકાલ સાંજથી રમવા માટે બહાર નીકળ્યા હતા. ત્રણેય પિતરાઈ ભાઈઓ ગામની નજીક આવેલી નદી પાસે ભેખડમાં માટીનું ઘર બનાવીને રમતા હતા. જોકે મોડી સાંજ સુધી બાળકો આવતા નહીં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો ત્રણેયની શોધખોળ આદરી હતી.  રેતી પાસેથી તેમના ચપ્પલ મળી આવ્યા હતા

  પરિવારજનો આ કિશોરોને શોધી રહ્યાં હતા ત્યારે ત્રણેવના ચપ્પલ નદી પાસેથી મળી આવ્યા હતા. જેની આજુ બાજુમાં રેતીનો ઢગલો હતો. રેતીના ઢગલામાં તપાસ કરતા ત્રણેય બાળકો મળી આવ્યા હતા. જેમને મોડી રાત્રે સારવાર અર્થે ખાવડાના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ગ્રામજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.  મૃતકોના નામ
  • મુનીર કાદર સમા (ઉ.વ. 13)
  • કલીમઉલ્લા ભીલલાલ સમા (ઉ.વ. 13)

  • રજાઉલ્લા રસીદ સમા (ઉ.વ. 14)

  ભુજમાં પણ સર્જાયો હતો અકસ્માત

  થોડા કલાકો પહેલા ભુજમાં પણ એક અકસ્માત સર્જાયો હતો. ભુજના એરપોર્ટ રીંગ રોડ પર રવિવારે સાંજે પ્રવાસીઓની ઉભેલી બસમાં જેસીબીનું આગળનું પાંખડુ અથડાયું હતુ. સદભાગ્યે કોઇને જાનહાની થઇ ન હતી અને પ્રવાસીઓની બસમાં થોડુ નુકસાન થયું હતું. શહેરના એરપોર્ટ રીંગ રોડ પર પ્રવાસીઓની વડોદરા પાસિંગની બસ ઉભી હતી ત્યારે પાછળથી આવી રહેલા જેસીબી વાળાનો આગળનો ભાગ બસમાં ટકરાયો હતો. પાણીનું બોટલ લઇને જતો સાઇકલ ચાલક પટકાયો હતો અને બસમાં થોડુ નુકસાન પહોંચ્યું હતું. જો કે સદભાગ્યે કોઇ જાનહાના સમાચાર સામે આવ્યા નથી.
  Published by:Kaushal Pancholi
  First published:February 01, 2021, 14:47 pm

  ટૉપ ન્યૂઝ