Sucess Story: ઠંડા પ્રદેશમાં ઉગતા શિમલા મિર્ચને કચ્છી ખેડૂતે ઉગાડ્યા રણપ્રદેશમાં

Sucess Story: ઠંડા પ્રદેશમાં ઉગતા શિમલા મિર્ચને કચ્છી ખેડૂતે ઉગાડ્યા રણપ્રદેશમાં
કચ્છના રેલડી ગામના ખેડૂત હરેશભાઈ ઠક્કર પોતાની ખેતી પદ્ધતિને લઈને આગવી ઓળખ ધરાવે છે.

કચ્છના રેલડી ગામના ખેડૂત હરેશભાઈ ઠક્કર પોતાની ખેતી પદ્ધતિને લઈને આગવી ઓળખ ધરાવે છે.

  • Share this:
    મેહુલ સોલંકી, ભુજ: ગુજરાતમાં "શિમલા મિર્ચ" (capsicum farming) ની સફળ ખેતી, કચ્છના (kutch) ખેડૂતે (farmer) કરીને કમાલ કરી છે. ખેતી ક્ષેત્રે કચ્છમાં નવો અધ્યાય શરૂ થયો છે. કચ્છ જેવા ગરમ પ્રદેશમાં ખેડૂતે ઠંડા પ્રદેશમાં થતા શિમલા મિર્ચની સફળ અને અન્ય ખેડૂતોને પ્રેરણા (inspiration) આપે તેવી ખેતીની શરૂઆત કરી છે..

    ટેક્નોલોજીની લીધી મદદ



    કચ્છના રેલડી ગામના ખેડૂત હરેશભાઈ ઠક્કર પોતાની ખેતી પદ્ધતિને લઈને આગવી ઓળખ ધરાવે છે. તેમણે કચ્છના રેલડી ગામે તેમના ખેતરમાં એક એકરમાં 60 લાખના ખર્ચે ઇઝરાઈલ પદ્ધતિથી (israel farming) ફેન પેડ (fan pad) બનાવીને શિમલા મિર્ચની સફળ ખેતી કરી છે. સામાન્ય રીતે, શિમલા મિર્ચ તો ઠંડા પ્રદેશમાં થતું શાક છે. હરેશભાઇએ ટેક્નોલોજી અને પોતાની મહેનતથી હિમાચલ પ્રદેશ અને કશ્મીર જેવા રાજ્યોમાં થતી ખેતી હવે કચ્છ જેવા ગરમ પ્રદેશમાં પણ સફળ બનાવી છે.



    હરેશભાઈ ઇઝરાઈલની આ પદ્ધતિ શીખી અને તેઓએ પોતાના ખેતરમાં સરકારની સહાયથી ફેન પેડ બનાવ્યો છે. એક એકરમાં તેઓ અલગ અલગ પ્રકારના સિમલા મિર્ચનું વાવેતર કરે છે.



    હાલ ત્રણ રંગના (પીળા, લાલ, અને લીલા રંગ ) શિમલા મિર્ચનો પાક લેવામાં આવ્યો છે. આ સિમલા મિર્ચની માંગ લગ્નગાળાના સમયમાં અને પિઝા અને વિવિધ વાનગીમાં આ સિમલા મિર્ચની જરૂરિયાત રહે છે.



    તેમણે એક એકરમાં 10,000 પ્લાન્ટ વાવ્યા છે અને એક છોડ દીઠ 3થી 5 કિલો ઉત્પાદન થાય છે. 30થી 50 ટન એક એકર દીઠ પ્રોડકશન આવે છે અને બજારમાં પણ ખૂબજ સારા ભાવ મળે છે. આ શિમલા મિર્ચ બજાર ભાવ 100થી 200 સુધી મળે છે.

    હરેશ ઠક્કર જણાવે છે કે, ઇઝરાઈલની ફેન પેડથી ખેતી પદ્ધતિમાં ગ્રીન હાઉસની અંદર ફેન્ પેડ એક બાજુથી કુલિંગ આપે બીજી બાજુ પંખાની મદદથી ગરમ હવા બહાર નીકળે એટલે અંદર એકદમ ઠંડુ વાતાવરણ રહે છે. જે પાક માટે અનુકૂળ છે. આ સાથે તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રીનું જે સપનું છે 2022માં કિસાન ડબલ કમાણી કરે તો આવી બધી ખેતી કરીશું તો પ્રધાનમંત્રીનું સપનું સાકાર થશે.
    Published by:Kaushal Pancholi
    First published:February 14, 2021, 15:44 pm

    ટૉપ ન્યૂઝ