કચ્છના ખેડૂતોએ ફળોની ખેતી કરી લાખો રૂપિયાની આવક રળી, શીખ ખેડૂતોનું પણ મોટું યોગદાન

કચ્છના ખેડૂતોએ ફળોની ખેતી કરી લાખો રૂપિયાની આવક રળી, શીખ ખેડૂતોનું પણ મોટું યોગદાન
કચ્છના ફળોની ખેતીમાં સૌથી વધુ હિસ્સોદાડમ અને કેરીની ખેતીનો છે.

કચ્છના રણવિસ્તારને નંદનવન બનાવનારા ખેડૂતોની સિદ્ધીથી આજે દાડમ, કેરી, ખારેક, ડ્રેગન ફ્રૂટની ખેતીની બોલાબાલા

 • Share this:
  કચ્છ : દેશમાં કિસાનોએ નવા કૃષિ કાયદાની સામે ધરણા શરૂ કર્યા છે. આ આંદોલનમાં જુદી જુદી માંગો સાથે ખેડૂતોની સરકારની વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. જોકે, આ સ્થિતિમાં ગુજરાતના અને ખાસ કરીને કચ્છ ખેડૂતોએ બાગાયત ખેતી કરીને કાઠું કાઢ્યું છે. રાજ્યમાં ખેતીના વાર્ષિક અહેવાલો ચકાસતા જાણવા મળે છે બગાયાત ખેતી કચ્છ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ફળોના વાવતેરથી જ ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. શીખ કિસાનોના એક પ્રતિનિધિત્વને તાજેતરમાંજ કચ્છની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી મળ્યા હતા. કિસાન આંદોલન અને શીખ ખેડૂતોના સંદર્ભમાં કચ્છમાં રહેતા શીખ ખેડૂતો અને તેમની મહેનતની વાત જાણવી રસપ્રદ છે. આ ખેડૂતો ક્ચ્છમાં દાયકાઓથી ભારત સરકારે આપેલી જમીનમાં ખેતી કરી અને કચ્છને નંદનવન બનાવી રહ્યા છે. સૂકાભટ કચ્છમાં આજે 58,000 હેક્ટરમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રૂટ, લીંબુ, ચીકુ, નાળિયર, જામફળ, જાંબુ, બોર સહિતના પાક લેવાય છે અને લાખો રૂપિયા રળાય છે.

  કચ્છના આ ખેડૂતો જેમાં મોટી સંખ્યામાં શીખ ખેડૂતો પણ છે તેઓ પારંપરિક અનાજ ઉગાડવાના સ્થાને કચ્છની ભૌગોલિક સ્થિતિ અનુસાર ફળોની ખેતી કરી અને લાખો રૂપિયા રળી રહ્યા છે. હકિતતમાં કચ્છમાં ફળોની ખેતીના વાવેતર અને પાકના આંકડા જાણીને સુખદ આશ્ચર્ય થાય તેમ છે. કચ્છના ખેડૂતો જેમાં મોટી સંખ્યામાં શીખ ખેડૂતો છે તેઓ દાડમ, કેરી, ડ્રેગન ફ્રૂટ, ખારેક ઇત્યાદી ફળોની ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે.  આ પણ વાંચો :  પંચમહાલ : ઘોઘમ્બા તાલુકામાં આદમખોર દીપડાનો આતંક, 11 દિવસમાં 5 હુમલા, 2 મોત, 9 પાંજરા મૂકાયા

  વર્ષ 2019-20ના ગુજરાત સરકારના બાગાયત વિભાગના ફળોની ખેતીના વાવેતર અને અંદાજિત પ્રોડક્શનના આંકડા ચકાસતા જાણવા મળે છે કે કચ્છમાં ગત વર્ષે 56761 હેક્ટર જમીનમાં ફળોની ખેતી થઈ છે. આ ખેતીનું અંદાજિત પ્રોડક્શન 9,49,115 મેટ્રિક ટન છે. (સ્રોત ગુજરાત બાગાયત વિભાગ નિયમાકની સત્તાવાર વેબસાઇટ પર ટાંકેલો અહેવાલ)

  રાજ્યમાં આણંદ જિલ્લાને બાદ કરો તો કચ્છ સૌથી વધુ ફળોનું ઉત્પાદન કરે છે. ઉપરોક્ત અહેવાલ મુજબ વર્ષ 2019-20માં આણંદ દિલ્લામાં 22889 હેક્ટર જમીનમાં 9,72,603 મેટ્રિક ટન ફળોનું અંદાજિત ઉત્પાદન થયું છે. જોકે, આણંદ અને કચ્છની વચ્ચે સૌથી મોટું અંતર પાણીનું છે. પાણીનો અભાવ હોવા છતાં પણ કચ્છમાં ખેતીની દૃષ્ટીએ ખૂબ ઉત્પાદન થઈ રહ્યું છે. જોક કિસાનો કચ્છના ખેડૂતની જેમ ફળોના ઉત્પાદન પાછળ મહેનત કરે તો તેમની આવક પણ વધી શકે છે.

  આ પણ વાંચો :  મહેસાણા : દૂધસાગર ડેરીની ચૂંટણીમાં રાજકીય પારો આસમાને, 'ચૌધરી VS ચૌધરી'ની લડાઈમાં કોણ મારશે બાજી?

  વર્ષ 2019-20માં ગુજરાતમાં ફળોનું જિલ્લા મુજબ અંદાજિત ઉત્પાદન

  વર્ષ 2019-20માં ગુજરાતમાં ફળોના અંદાજિત ઉત્પાદનમાં કચ્છમાં 10475 હેક્ટર વિસ્તારમાં કેરીનું વાવેત થયું હતું જેનું અંદાજિત ઉત્પાદન 66421 મેટ્રેકિ ટન છે. કટચ્છમાં ત્યારબાદ સૌથી વધુ ઉત્પાદન અને વાવેતર દાડમનું થાય છે. વર્ષ 2019-20માં કચ્છમાં 18750 હેક્ટરમાં દાડમનું વાવેત થયું હતું જેનું અંદાજિત ઉત્પાદન 2,94335 મેટ્રિક ટન છે.

  ગુજરાતના ફળોના ઉત્પાદનમાં કચ્છનું યોગદાન

  ગુજરાતમાં વર્ષે 209-20માં કુલ 4,46,440 હેક્ટર વિસ્તારમાં ફળોનું વાવેતર હતું જેનું અંદાજિત ઉત્પાદન 92,61,066 મેટ્રિક ટન હતું. આ અંદાજિત વાવેતર અને ઉત્પાદનમાં કચ્છનું યોગદાન વિસ્તારની દૃષ્ટીએ પ્રથમ અને ઉત્પાદનની દૃષ્ટીએ બીજું છે.

  શું કહે છે કચ્છના શીખ ખેડૂત

  જગમીંદરસિંઘ કચ્છમાં લાંબા સમયથી ખેતી કરે છે તેમણે નવા કાયદા અંગે આશાવાદ વ્યક્તિ કર્યો હતો.


  જશવિંદરસિંઘ હરનામસિંઘ શીખ નામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી લોરીયા ગામમાં ખેતી કરી જીવન વિતાવે છે,તેમના પિતા 1964માં અહીં આવ્યા હતા,સરકાર દ્વારા જમીન ફાળવાતા વર્ષોથી અહીં ખેતી કરાઈ રહી છે. તેમના મતે નવો કૃષિ કાયદો ખરેખર કિસાનોના હિતમાં છે,કારણકે ખેત ઉત્પાદનમાં નવા કાયદાના કારણે ખેડૂતોને એકસમાન ભાવ મળશે જેથી વેપારીઓ કે દલાલો ખેડૂતની મજબૂરીની લાભ ઉઠાવી ઓછા ભાવ આપી શકશે નહીં,નવા નિયમથી ખેડૂતોને ફાયદા ઘણા છે પરંતુ કાયદાનો યોગ્ય અમલ થવો જોઈએ. વર્ષોથી તેઓ કચ્છમાં ખેતી કરે છે,ખેડૂત માલનો સંગ્રહ કરી શકે નહિ,જેથી સિઝન પુરી થાય એટલે માલ વેચવો પડે આવા સમયે સમગ્ર દેશમાં નવા કાયદાથી કિસાનોને એક સમાન ભાવ મળે તો નફો થશે,કાયદો આવે કે ન આવે પરંતુ કિસાનોનો ફાયદો થવો જોઈએ
  Published by:Jay Mishra
  First published:December 20, 2020, 20:41 pm

  ટૉપ ન્યૂઝ