કચ્છ: પેટ્રોલ ટેન્કરમાં ભીષણ આગ, ડ્રાઈવર સ્ટિયરિંગ પર જ ભડથું થઈ ગયો

News18 Gujarati
Updated: August 3, 2018, 8:18 AM IST
કચ્છ: પેટ્રોલ ટેન્કરમાં ભીષણ આગ, ડ્રાઈવર સ્ટિયરિંગ પર જ ભડથું થઈ ગયો
આગની ઘટના નેશનલ હાઈવે પર સર્જાતા, ટ્રાફિક જામ થઈ ગયો હતો, ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

આગની ઘટના નેશનલ હાઈવે પર સર્જાતા, ટ્રાફિક જામ થઈ ગયો હતો, ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

  • Share this:
રાજ્ય સહિત દેશ ભરમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાય માટે ટ્રક ટેન્કરનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોલ ટેન્કર ખૂબ સાવચેતી પૂર્ણ લઈ જવામાં આવતું હોય છે. કારણ કે જ્વલનશિલ પદાર્થ હોવાના કારણે આગ લાગવાની સંભાવના ખૂબ વધી જાય છે.  કેટલીએ વખત પેટ્રોલ પંપ પર પણ આગ લાગી હોવાની ઘટના સામે આવતી હોય છે, પરંતુ આજે પેટ્રોલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, જેમાં ટ્રક ડ્રાઈવર સળગીને ભડથું થઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, કચ્છના સામખીયાલી RTO ચેકપોસ્ટ પાસે નેશનલ હાઈવે પર પેટ્રોલ ટેન્કરમાં અચાનક આગ લીગી ગઈ, જેમાં ટેન્કરનો ડ્રાઈવર બળીને ભડથું થઈ જતા ઘટના સ્થળ પર જ તેનું કરૂણ મોત નિપજ્યુ છે.

વિગતવાર ઘટના જોઈએ તો, કચ્છના સામખીયાલી ચેકપોસ્ટ પાસેથી મોડી રાત્રે પેટ્રોલ ટેન્કર જઈ રહ્યું હતું, અચાનક ટેન્કરમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી, ડ્રાઈવર કઈ સમજે તે પહેલા તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ, અને ડ્રાઈવર સ્ટેરિંગ પર બેઠા-બેઠા જ ભડ-ભડ સળગવા લાગ્યો. તેણે બચવાનો પ્રયત્ન કર્યો પરંતુ આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી તેનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો, અને સળગી જતા મોતને ભેટ્યો. આ ટ્રગ યુગ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લીમિટેડની હોવાનું સામે આવ્યું છે.આગની ઘટના નેશનલ હાઈવે પર સર્જાતા, ટ્રાફિક જામ થઈ ગયો હતો, ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, ફાયરની ટીમ આવે તે પહેલા તો ટ્રકનું કેબીન બળીને રાખ થઈ ગયું હતું, સાથે ડ્રાઈવર પણ મોતને ભેટી ચુક્યો હતો, ફાયરની ટીમે પાણીનો ફૂવારો ચલાવી આગ પર કાબુ મેળવી, ડ્રાઈવરની બોડીને બહાર કાઢી હતી, ત્યારબાદ પોલીસે એમ્બ્યુલન્સની મદદથી તેની બોડીને પીએમ માટે મોકલી છે. આગ કયા કારણોસર લાગી તેની પોલીસ અને ફાયર ટીમ તપાસ કરી રહી છે.

Published by: kiran mehta
First published: August 3, 2018, 8:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading