Home /News /kutchh-saurastra /

Kutch: નર્મદા કેનાલ માટે જમીન આપ્યા બાદ પણ ઝાડોનું યોગ્ય વળતર ન મળતાં ખેડૂતો હાઈકોર્ટના દરવાજા ખખડાવશે

Kutch: નર્મદા કેનાલ માટે જમીન આપ્યા બાદ પણ ઝાડોનું યોગ્ય વળતર ન મળતાં ખેડૂતો હાઈકોર્ટના દરવાજા ખખડાવશે

Narmada

Narmada Canal representational image

કચ્છમાં નર્મદાની કેનાલ બનાવવા પોતાની જમીન આપ્યા બાદ નક્કી કર્યા મુજબ ઝાડોનું વળતર ન મળતાં ખેડૂતો ન્યાયાલયની મદદ લેવા તૈયારી કરી રહ્યા છે

  Kutch:  કચ્છમાં (Kutch) નર્મદાની કેનાલનું (Narmada Canal) કામ શરૂ થયું છે ત્યારે માંડવી (Mandvi) અને મુન્દ્રા (Mundra) તાલુકામાં અનેક ખેડૂતોની (Farmers) વાડીઓમાંથી આ કેનાલ ના કામ માટે જમીનો પર વાવેલા ઝાડ નષ્ટ કરાયા છે. જો કે આ ફળાઉ અને બિન ફળાઉ ઝાડોનું વળતર (Compensation) હજુ સુધી ખેડૂતોને ન મળતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોના મતે નર્મદા નિગમ (Narmada Nigam) દ્વારા તેમના વિરુદ્ધ અન્યાય કરવામાં આવી રહ્યો છે અને તે કારણે જ ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોને 29 કરોડના બદલે માત્ર 2.50 કરોડ ચૂકવવાના 2021ના પરિપત્રથી ઉપરવટ જઇને અધિકારીઓએ કરેલા નિર્ણય સામે મુન્દ્રા અને માંડવીના ખેડૂતો હાઇકોર્ટમાં જવાની તૈયારીમાં છે.

  કચ્છ જિલ્લાના મુન્દ્રા અને માંડવી તાલુકાના ખેડુતોની જમીન સંપાદન અધિનીયમ 2013ના નવા કાયદા મુજબ કચ્છ શાખા નહેરના બાંધકામ હેતુ સને 2015 થી 2021 સુધીમાં સેંકડો હેકટર જમીન સંપાદન કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતમાં વિવિધ વિકાસલક્ષી કામો માટે સંપાદિત કરવામાં આવતી જમીન ફળાઉ અને બિન ફળાઉ વૃક્ષોનું વળતર સને 1993ના જુના ભાવે ચૂકવવામાં આવતું હતું આથી ખેડુત આલમમાં રોષની લાગણી પ્રગટેલ હતી. આથી જમીનમાં આવતા ફળાઉ અને બિન ફળાઉ વૃક્ષોનું કેટલું વળતર ચુકવવું તે પ્રદેશ સ્તરે નક્કી કરવા વિવિધ વિભાગોના ટોચના અધિકારીશ્રીઓની એક કમિટી બનાવવામાં આવી અને તેમાં ખાસ કરીને ફળાઉ ઝાડના રોપા, કલમની વધતી જતી કિંમત અને રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને તેના વેતન ધારા હેઠળ દૈનિક ખેત મજુરોના વેતનમાં થયેલ વધારો તેમજ વૃક્ષો ઉછેર માટે દિન પ્રતિદિન વધતા જતા ખર્ચાઓને ધ્યાન માં લઇને ગુજરાત સરકારના મહેસુલ વિભાગે તારીખ 12 જાન્યુઆરી 2021ના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો.


  પરિપત્ર મુજબ 1993માં સાત વર્ષથી નીચેની ઉંમરના આંબાના ભાવ રૂ. 120 અને સાત વર્ષથી વધુ ઉંમરના આંબાના ભાવ આંબાની ઘેરાવો ધ્યાનમાં લઈને રૂ. 600 થી 800 નક્કી કરેલ હતા. જ્યારે કે 2021ના પરિપત્ર મુજબ સાત વર્ષથી નીચેની ઉમરના કેસર આંબાના રૂ. 14000 અને સાત વર્ષથી ઉપરના કેસર આંબાના ભાવ રૂ. 40000 નક્કી કરેલ છે જે નવા કાયદા પ્રમાણે ખેડુતોને મળવા પાત્ર ગણાય. પરંતુ ખાસ જમીન સંપાદન અધિકારીશ્રીના મતે કલમ 11ની સ્થળ પ્રસિદ્ધિની આખરી તારીખે જે પરિપત્રો કે ઠરાવો ઉપલબ્ધ હતા તે પ્રમાણે વળતર ચુકવવાનું થાય તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો.

  આ પણ વાંચો: પોલિટિકલ વ્યૂહ: ગુજરાતના રાજકારણમાં કેમ મહત્વના છે પાટીદાર? 

  આથી જે ખેડુતોએ 2015માં નર્મદા નિગમ અને સરકારશ્રીના વિશાળ હિતમાં જમીન રાજી ખુશીથી આપી તેવા ખેડુતોને તો 1993ના ભાવોજ મળશે. 2021ના પરિપત્ર મુજબ નર્મદા નિગમના અધિકારીઓએ અંદાજપત્રક તૈયાર કર્યું તે મુજબ આશરે 29 કરોડ રૂપિયા ચૂકવવામાં થાય તેના બદલે હવે ફકત રૂ 2.50 કરોડ રૂપિયા જ ચૂકવવાનું નક્કી કર્યું છે આથી નર્મદા નિગમના અધિકારીઓએ રોન કાઢી કચ્છના ખેડુતોને ઘોર અન્યાય કર્યું હોવાની ખેડૂતોમાં ચર્ચા થઈ રહી છે.

  આ પણ વાંચો: Dhandhuka Murder: કિશન પર ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીઓની તસવીર આવી સામે


  કચ્છ શાખા નહેરની અધુરી કામગીરી સત્વરે પુર્ણ કરવા સંપાદિત વિસ્તારમાં આવતા ફળાઉ ઝાડોની કિંમતમાં સુધારો કરવા જિલ્લા કલેકટર દ્વારા 2015માં એક કમિટી બનાવેલ. આ કમિટી દ્વારા ભાવો તેમજ બીજા વિકાસ લક્સી પ્રોજેક્ટના ચૂકવેલ ભાવોને ધ્યાનમાં લઈને ફળાઉ ઝાડોની કિંમત નક્કી કરવા વન અને પર્યાવરણ વિભાગે તારીખ 19મી જુલાઇ 2019ના પરિપત્ર કાઢી અને ફળાઉ ઝાડોના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા. તે મુજબ સાત વર્ષથી નીચેની ઉંમરના આંબાના ભાવ રૂ. 7900 અને સાત વર્ષથી ઉપરના ભાવ રૂ. 9900 નક્કી કરવામાં આવ્યા આમ આંબાના ભાવમાં મોટો તફાવત રહેલ છે. ટીશ્યું કલ્ચર ખારેકના ભાવ 2019ના પરિપત્ર મુજબ સાત વર્ષથી નીચેની ઉમરના ભાવ રૂ. 5200 અને સાત વર્ષથી ઉપરની ઉમરના ભાવ રૂ. 12,200 છે જ્યારે 2021ના પરિપત્ર મુજબ સાત વર્ષથી નીચેની ઉમરના માટે રૂ. 4,900 અને ઉપરની ઉમર માટે રૂ. 12,200 નક્કી કરેલ છે એટલે કે ખારેકના ભાવમાં કોઈ મોટો તફાવત નથી પરંતુ આંબા ના ભાવમાં મોટો તફાવત છે.

  આ પણ વાંચો: Surat: BBAમાં ભણતો વેપારી પુત્ર ચરસના જથ્થા સાથે ઝડપાયો, ક્યાંથી લાવતો હતો અને ક્યાં વેચતો

  સમાઘોઘાના જાગ્રત ખેડુત ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પોતાની વાડીમાં આવેલ સેંકડો સરગવાના 2021ના ભાવ પ્રમાણે સાત વર્ષથી નીચેના માટે રૂ. 800 અને સાત વર્ષથી ઉપરના માટે રૂ. 2,000 નક્કી કરેલ છે જે હવે ફકત રૂ 40 લેખે ચુકવણું કરવામાં આવશે આથી પોતાને લાખો રૂપિયાનું નુકશાન જશે આથી નામદાર હાઇકોર્ટેના દ્વારે જવાનું નક્કી કર્યું છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch, Narmada canal, કચ્છ

  આગામી સમાચાર