આજે દેશભરમાં 500થી વધારે જિલ્લાઓમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરાયા હતા. સાથે જ કચ્છના ખેડૂતો દ્વારા ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે વિવિધ મુદ્દાઓ પર ધરણા યોજયા હતા. એમએસપી પર ૧૫ ટકા નફો, નર્મદાના પાણી, મીટર પ્રથા બંધ કરવા અને ઉદ્યોગો દ્વારા પવનચક્કી જેવા મુદ્દાઓ પર ધરણા કરી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર અપાયું હતું.