Home /News /kutchh-saurastra /

Kutch: સ્ટ્રોબેરીની ખેતીમાં સારો નફો મળતા, ખેડૂતેએ વાવેતરમાં કર્યો 1500 ટકા વધારો

Kutch: સ્ટ્રોબેરીની ખેતીમાં સારો નફો મળતા, ખેડૂતેએ વાવેતરમાં કર્યો 1500 ટકા વધારો

સ્ટ્રોબેરીની

સ્ટ્રોબેરીની ખેતી

ગત વર્ષે કચ્છમાં પ્રયોજિક ધોરણે 0.5 એકરમાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ કર્યા બાદ સારી સફળતા મળતાં આ વર્ષે ખેડૂત દ્વારા 7.5 એકરમાં વાવેતર કરાય?

  Kutch News: કચ્છમાં ગત વર્ષે સ્ટ્રોબેરીની ટ્રાયલ ખેતીમાં સારી સફળતા મળ્યા બાદ હવે ખેડૂતે મોટા પાયે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. કચ્છના રેલડી ગામે ખેડૂતે આ વર્ષે 7.5 એકરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. મૂળ ફ્રાન્સથી ભારત આવેલું સ્ટ્રોબેરી ફળ પહાડી વિસ્તારોમાં ઠંડા વાતાવરણમાં ઉગે છે. મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા વિસ્તારોમાં મોટી માત્રામાં આ ફળનું વાવેતર થાય છે. કચ્છ જેવા રણ વિસ્તારમાં પણ આ ફળનું ઉપજ થઈ શકે છે તે જાણવા ગત વર્ષે કચ્છમાં પણ પ્રયોજીક ધોરણે રેલડી ગામે ખેડૂતે સ્ટ્રોબેરીનું વાવેતર અડધા એકરમાં કર્યું હતું.

  ગત વર્ષે ભુજ તાલુકાના રેલડી ગામે હરેશ ઠક્કર દ્વારા પોતાના ખેતરમાં અડધા એકરમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વાવેતર કરાયું હતું. નવેમ્બરમાં વાવેતર કર્યા બાદ 40 દિવસમાં ફળ તૈયાર થઈ જતાં આ વર્ષે હરેશભાઈ દ્વારા 7.5 એકરમાં સ્ટ્રોબેરીના 1.5 લાખ છોડ વાવ્યા છે.

  આ પણ વાંચો: ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડ: મને રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું છે- અવધેશ પટેલ

  હરેશભાઈએ News18 સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે સ્ટ્રોબેરી કચ્છમાં સૌથી ઉત્તમ ફળ છે કારણ કે તે અન્ય ફળ જેટલું પાણી નથી પીતો અને ખેડૂતોને ઓછા ખર્ચમાં વધારે નફો કરવી આપે છે. વધુમાં હરેશભાઈએ ઉમેર્યું હતું કે તેમના ખેતરમાં સ્ટ્રોબેરીની ખેતી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રૂપથી કરવામાં આવે છે જેના કારણે તેમનો એક ફળ ઉત્તર રંગ અને સ્વાદ સાથે 50 થી 80 ગ્રામનો થાય છે.

  આ પણ વાંચો: corona effect: AMTS-BRTS બસ 50% ક્ષમતા સાથે ચાલશે આવતી કાલથી કડક અમલ

  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં પણ તેમણે કચ્છમાં થતી સ્ટ્રોબેરીની ખેતીના વખાણ કર્યા હતા. કચ્છ જેવા રણ વિસ્તારમાં સ્ટ્રોબેરી ઉગાડી આ પ્રગતિશીલ કચ્છી ખેડૂતે ભારે આકર્ષણ જમાવ્યું છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch, કચ્છ, ખેડૂતો

  આગામી સમાચાર