Home /News /kutchh-saurastra /

કચ્છમાં સ્ટ્રોબેરી બાદ ખેડૂતે ઉગાડયા રંગબેરંગી ફુલાવર સહિતના એકઝોટિક વેજીટેબલ્સ

કચ્છમાં સ્ટ્રોબેરી બાદ ખેડૂતે ઉગાડયા રંગબેરંગી ફુલાવર સહિતના એકઝોટિક વેજીટેબલ્સ

કચ્છના

કચ્છના એક ખેડૂતે કચ્છ જેવા રણ પ્રદેશમાં વિદેશમાં ઉગતા ત્રણ રંગના ફુલાવર (Colourful Cauliflower) સહિત અનેક એક્ઝોટીક વેજીટેબલ્સ (Exotic vegetables) ઉગાડી ખેતીમાં નવી ક્રાંતિ લાવ્યા છે

Kutch News : કચ્છમાં ગત વર્ષે સ્ટ્રોબેરી ઉગાડવાનો પ્રયોગ સફળ થયા બાદ પ્રગતિશીલ ખેડૂત વિદેશમાં ઉગતા રંગબેરંગી ફુલાવર, ઝૂકીની, ચાઇનીઝ કોબીજ જેવા એકઝોટિક વેજીટેબલ ઉગાડી નવી ક્રાંતિ લાવ્યા

  કચ્છ (Kutch) ભૂગોળ પરિસ્થિતિ મુજબ એક રણ પ્રદેશ (Desert region) છે. આમ તો રણ પ્રદેશમાં કોઈ વિશેષ પ્રકારનું વાવેતર થઈ શકે નહીં પણ છતાંય કચ્છનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી (Kutch Agriculture) છે. કચ્છના ખેડૂતો (Kutch Farmers) માટે ખેતી કરવા પૂરતી ખેતી નથી કરતા પણ નવા નવા પ્રયોગ કરી અન્ય વિસ્તારના ખેડૂતોને પણ નવી રાહ ચીંધે છે. હાલમાં જ કચ્છના એક ખેડૂતે કચ્છ જેવા રણ પ્રદેશમાં વિદેશમાં ઉગતા ત્રણ રંગના ફુલાવર (Colourful Cauliflower) સહિત અનેક એક્ઝોટીક વેજીટેબલ્સ (Exotic vegetables) ઉગાડી ખેતીમાં નવી ક્રાંતિ લાવ્યા છે.

  કચ્છમાં થોડા વર્ષો અગાઉ ખારેકનું સફળ વાવેતર થયા બાદ ઇઝરાયેલની ખારેક કચ્છમાં ઉગતી થઈ હતી. ગત વર્ષે જ મૂળ ફ્રાન્સની એવી સ્ટ્રોબેરીનું પ્રાયોગિક વાવેતર સફળ થયા બાદ પણ કચ્છના ખેડૂતે વાવેતર વધાર્યું હતું. તો હવે કચ્છના જ એક ખેડૂતે વિદેશમાં ઉગતી શાકભાજીઓનું સફળ વાવેતર કરી ફરી એક વખત લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.

  ઠંડા પર્વતીય વિસ્તારમાં થતી સ્ટ્રોબેરીનું કચ્છમાં સફળ વાવેતર કર્યા બાદ ભુજ તાલુકાના રેલડી ગામના ખેડૂત હરેશભાઈ ઠકકર અને કપિલભાઈ દહિયાએ 3 એકરમાં વિદેશમાં ચલણમાં હોય તેવા એક્ઝોટિક વેજીટેબલનું સફળ ઉત્પાદન કર્યું છે. તેમની વાડીએ સફેદ ઉપરાંત પીળી અને જાંબલી રંગની ફુલાવર, લેટ્યુસ, બ્રોકોલી, ઝુકીની, લાલ કોબીજ, ચાઇનીઝ કોબીજ જેવા એક્ઝોટિક વેજીટેબલનું વાવેતર કર્યું અને તેમાં સફળતા મેળવી છે. ન માત્ર વિદેશી શાકભાજી પણ સેલેરી, પારસ્લે, બેઝીલ લીવ્ઝ જેવા હર્બનું પણ વાવેતર કર્યું છે.

  ત્રણ એકરમાં દરેક એક્સોટિક વેજીટેબલના પાંચ હજાર જેટલા રોપાઓનું સફળ ઉત્પાદન કરવામાં આવ્યું છે. મૂળ વિદેશમાં ઉગતી અને આરોગવામાં આવતી આ શાકભાજીઓની હવે ભારતમાં પણ ખૂબ માંગ છે. કચ્છમાં પણ આરોગ્ય માટે સભાન રહેતા અનેક પરિવારો આ પ્રકારની શાકભાજીનું સેવન કરે છે. જો કે, હવે કચ્છમાં જ આ ઉગતા ઓછી કિંમતે લોકોને મળી રહે છે.

  આ એક્સોટિક વેજીટેબલની કિંમતની વાત કરવામાં આવે તો ફુલાવરની કિંમત રૂ. 100 પ્રતિ કિલોછે, ચાઇનીઝ કોબીજ રૂ. 100, Broccoli નો ભાવ રૂ. 50 પ્રતિ કિલો છે, તો લાલ કોબીજનો ભાવ રૂ. 50 પ્રતિ કિલો મળી રહે છે. બર્ગર અને સેલેડમાં વપરાતી લેટ્યુસના ભાવ રૂ. 200 પ્રતિ કિલો મળે છે તો બેઝિલ લીવ્ઝ, સેલેરિ, પારસ્લે વગેરેની કિંમત રૂ. 400 થી 500 પ્રતિ કિલો મળી રહે છે. કચ્છની બજારોમાં વહેંચણ ઉપરાંત અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પણ આ મોકલવામાં આવે છે.

  છેલ્લાં 2 વર્ષોથી ચાલી રહેલા કોરોના કાળમાં લોકોની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો છે તેમજ કોરોના કાળમાં લોકો શરીરમાં ઇમ્યુનિટી વધારવા માટે પૂરતા પોષકતત્ત્વો મળી રહે તે માટે આવી શાકભાજીઓનું ઉપયોગ વધારે કરી રહ્યા છે. બજારમાં પણ આજકાલ આવા એક્સોટિક વેજીટેબલની માંગ વધી ગઈ છે. આ બધા ઉત્પાદનોથી શારીરિક ક્ષમતામા વધારો થાય છે, પાચનતંત્ર મજબૂત થાય છે, વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે, શરીરને પૂરતા પોષકતત્ત્વો મળે છે.

  ઉલ્લેખનીય બાબત એ છે કે કચ્છના ખેડૂતો દ્વારા થતા પ્રાકૃતિક ખેતીના માધ્યમથી થતાં ઉત્પાદિત પાક અંગે ન માત્ર રાજ્ય સરકાર પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પણ નોંધ લેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક વખત કચ્છના ખેડૂતોની સિદ્ધિઓને બિરદાવી છે. હાલમાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પણ આ વાડીની મુલાકાત લીધી હતી અને વાડીમાં થતાં વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું હતું.
  First published:

  Tags: Kutch news, કચ્છ, કચ્છ સમાચાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन