કચ્છ: દુષ્કાળની ઘેરી બનતી સ્થિતિ, નવા કેટલ કેમ્પને મંજૂરી અપાઇ

News18 Gujarati
Updated: December 22, 2018, 1:46 PM IST
કચ્છ: દુષ્કાળની ઘેરી બનતી સ્થિતિ, નવા કેટલ કેમ્પને મંજૂરી અપાઇ
પ્રતિકાત્મક તસવીર

કચ્છમાં આ વર્ષે વરસાદ ન પડતા દુષ્કાળની સ્થિતિ ઉભી થઇ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે વિવિધ પગલા લીધા છે.

  • Share this:
કચ્છમાં આ વર્ષે વરસાદ ન પડતા દુષ્કાળની સ્થિતિ ઉભી થઇ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે વિવિધ પગલા લીધા છે. દુષ્કાળમાં સૌથી ખરાબ સ્થિતિ માલઢોરને થઇ રહી છે. ખાસ કરીને ઘાંસચારા અને પાણીની તંગી પશુપાલકોને સતાવી રહી છે.

રાજય સરકાર દ્વારા કચ્છમાં ઢોરવાડા (કેટલ કેમ્પ) શરૂ કરવાની જાહેરાતને પગલે બન્નીના ઘડિયાડો ખાતેના કેટલ કેમ્પને મંજૂર કરાયાં બાદ હવે અબડાસામાં ત્રણ કેટલ કેમ્પ ખોલવાની વહીવટીતંત્ર દ્વારા મંજૂરીઓ આપવામાં આવી છે.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા અબડાસા તાલુકામાં શ્રી વર્ધમાન પરિવાર, મુંબઇ સંસ્થાને ત્રણ ઢોરવાડા મંજૂર કરાયાં છે, જેમાં કાલરવાંઢમાં ૯૫૦ પશુસંખ્યા માટે જયારે ખારૂઆમાં ૫૦૯ પશુસંખ્યાનો અને અબડાસા તાલુકાના ડાહા ખાતે ૭૬૮ પશુઓની સંખ્યાનો ઢોરવાડો ખોલવાની અલગ-અલગ મંજૂરીઓ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-શ્રીનાથજી દર્શન કરવા જતી લક્ઝરી બસ પલટી, 35થી વધુ લોકો ઘાયલ

આ મંજૂર કરાયેલા ત્રણ ઢોરવાડાનાં તમામ પશુઓને ઇયર ટેગ લગાડવાની પ્રક્રિયા હુકમ મળ્યાની તારીખથી દિન-૭માં પૂર્ણ કરવા સહિતની શરતોનું પાલન કરવા અને શરતોનો ભંગ થશે તો કેટલ કેમ્પને આપવામાં આવેલ મંજૂરી રદ્દ કરવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા જિલ્લા કલેકટરના હુકમમાં કરવામાં આવી છે.

કચ્છમાં આ વર્ષ દુષ્કાળનું છે અને આગામી ચોમાસું ન આવે ત્યાં સુંધી પશુપાલકોને ઘાંસચારો અને પાણી મળી રહે અને લોકોને પણ પીવાનું પાણી મળી રહે તેની વ્યવસ્થા કરવી વહીવટીતંત્ર માટે મોટી ચેલેન્જ બની રહેશે.
First published: December 22, 2018, 1:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading