Home /News /kutchh-saurastra /

કચ્છ: રણોત્સવમાં થતી આવકમાંથી જિલ્લા વહીવટી તંત્ર બન્ની વિસ્તાર માટે હાથ ધરે છે ખાસ વિકાસ કાર્યો

કચ્છ: રણોત્સવમાં થતી આવકમાંથી જિલ્લા વહીવટી તંત્ર બન્ની વિસ્તાર માટે હાથ ધરે છે ખાસ વિકાસ કાર્યો

સફેદ

સફેદ રણ

કચ્છ જિલ્લા તંત્ર (kutch news) દ્વારા સફેદ રણની મુલાકાતે આવતા મુલાકાતીઓ પાસેથી પરમીટ ફી લેવામાં આવે છે. હર વર્ષે હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓ પાસેથી વ્યક્તિ દીઠ તેમજ વાહન દીઠ ફી લેવામાં આવે છે.

    kutch news: કચ્છના સફેદ રણમાંથી (kutch ran) સરકારી તંત્રને થતી કમાણીમાંથી ધોરડો અને આસપાસના વિસ્તારમાં વિકાસ કર્યો કરવામાં આવે છે. પ્રવાસન ક્ષેત્રે ઉપજતી રેવન્યુમાંથી પ્રવાસન તેમજ બન્ની વિસ્તારમાં વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવે છે. કચ્છ જિલ્લા તંત્ર (kutch news) દ્વારા સફેદ રણની મુલાકાતે આવતા મુલાકાતીઓ પાસેથી પરમીટ ફી લેવામાં આવે છે. હર વર્ષે હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓ પાસેથી વ્યક્તિ દીઠ તેમજ વાહન દીઠ ફી લેવામાં આવે છે. હર વર્ષે હજારો પ્રવાસીઓ સફેદ રણની મુલાકાતે આવતા તંત્રની કરોડો રૂપિયાની કમાણી થાય છે.

    ગત વર્ષે કચ્છમાં રણોત્સવ સમયે 109 દિવસના સમયગાળામાં કુલ 1.28 લાખ પ્રવાસીઓ ઉમટ્યા હતા જેમાંથી તંત્રને રૂ. 1.31 કરોડની કમાણી થઈ હતી. આ વર્ષે પણ રણોત્સવના એક મહિનામાં 66 હજારથી વધારે પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા જેમાંથી તંત્રને રૂ. 66 લાખની આવક થઈ હતી.

    જિલ્લા તંત્ર દ્વારા આ આવકનો ઉપયોગ સફેદ રણના ધોરડો અને આસપાસના ગામોમાં વિકાસ કર્યો અર્થે વાપરવામાં આવે છે. ગુજરાત સરકારના ઠરાવ મુજબ પ્રવાસનની આ કમાણીમાંથી તંત્ર તે વિસ્તારમાં જ પ્રવાસન વિકસાવવા તેમજ પાયાની સુવિધાઓ ઉભી કરવા વપરાશ કરી શકે છે. તંત્ર દ્વારા પ્રવાસનના વહીવટ માટે ઊભી કરાયેલ સુવિધાઓ પાછળનો ખર્ચ કાપ્યા બાદ બાકીના નાણાં વિકાસ કાર્યોમાં વાપરવામાં આવે છે.

    ગત વર્ષની આવકમાંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોરડો અને આસપાસના ગામો માટે આરોગ્ય સુવિધાઓ વિકસાવવામાં આવી હતી. સરકારી દવાખાના ખાતે તબીબની નિમણુંક કરવામાં આવી હતી, જે તબીબ રણોત્સવના સમયે સફેદ રણ ખાતે ફરજ બજાવે છે અને બાકીના મહિના સરકારી દવાખાના ખાતે સેવા આપે છે. તે ઉપરાંત ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ સાથે ભાગીદારીમાં નિષ્ણાત તબીબોની ટીમ હર મહિને ખાવડા અને આસપાસના વિસ્તારોમાં મોકલવામાં આવે છે. આ નિષ્ણાંતોની ટીમમાં ગાયનેકોલોજિસ્ટ સહિત અન્ય તબીબો સેવા આપે છે.

    ઉલ્લેખનીય છે કે પ્રવાસન ક્ષેત્રે બન્ની વિસ્તારે કચ્છમાં અનોખો નામ કર્યો છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ ધોરડોના સફેદ રણની મુલાકાત અચૂક લે છે અને તે કારણે જ તંત્રની કમાણી હર વર્ષે વધે છે જેથી હર વર્ષે કંઇક નવા વિકાસ કાર્યો ધોરડો વિસ્તારમાં હાથ ધરવામાં આવે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Kutch news, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર