કચ્છ: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

News18 Gujarati
Updated: April 14, 2019, 9:20 AM IST
કચ્છ: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ
જીતુ વાધાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

રાપરમાં યોજાયેલી સભામાં જીતુ વાઘાણીએ મુસ્લિમ સમાજના આગેવાન સ્વ. ઇભલા શેઠ વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા

  • Share this:
મેહુલ માળી, કચ્છ: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. ગઈકાલે રાપરમાં યોજાયેલી સભામાં જીતુ વાઘાણીએ મુસ્લિમ સમાજના આગેવાન સ્વ. ઇભલા શેઠ વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.

જીતુ વાઘાણીએ મુસ્લિમ સમાજના આગેવાન સ્વ. ઇભલા શેઠ વિશે ઉચ્ચારેલા અપમાનજનક શબ્દો બાદ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, આ અંગે જીતુ વાઘાણી સામે ચૂંટણી પંચમાં કોંગ્રેસના નેતા દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે.

રાપરમાં યોજાયેલી સભામાં જીતુ વાઘાણીએ સંબોધન દરમિયાન સ્વ. ઇભલા શેઠને દાણચોર અને લુખ્ખો કહેતા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

 આ પણ વાંચો: મત માગવા ગયેલા બાવળિયાએ મહિલાઓ સામે દેખાડ્યો સત્તાનો રોફ, વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જે અંગે ECએ ગંભીર નોંધ લીધી હતી. ECએ સુઓમોટો ફરિયાદ દાખલ કરી હતી. સાથે જ જીતુ વાઘાણીએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાબતે ચૂંટણી પંચ દ્વારા ખુલાસો માગવામાં આવ્યો છે.
First published: April 13, 2019, 8:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading