Home /News /kutchh-saurastra /

કચ્છઃ વ્હોટ્સએપ કોલથી પાકિસ્તાન વાત કરતા યુવાનની પૂછપરછ

કચ્છઃ વ્હોટ્સએપ કોલથી પાકિસ્તાન વાત કરતા યુવાનની પૂછપરછ

પ્રતિકાત્મક તસવીર

હાઇએલર્ટની વચ્ચે સીમાવર્તી કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના નાના એવા ગામનો શખસ અન્ય એક યાવાના નામે સીમકાર્ડ લઇ પાકિસ્તાનમાં વાત કરતો હોવાનું ગુપ્તચર એજન્સીને મળેલી બાતમીના આધારે પોલીસે બે શખ્સોની સઘન પૂછપરછ હાથધરી છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકી હુમલામાં 40થી વધારે જવાનો શહીદ થયા છે. ત્યારે આ હુમલામાં સ્થાનિક શખસની જ સંડોવણી ખુલતાં સુરક્ષા એજન્સીઓ સતર્કતાથી કામગીરી કરી રહી છે. ત્યારે હાઇએલર્ટની વચ્ચે સીમાવર્તી કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના નાના એવા ગામનો શખસ અન્ય એક યાવાના નામે સીમકાર્ડ લઇ પાકિસ્તાનમાં વાત કરતો હોવાનું ગુપ્તચર એજન્સીને મળેલી બાતમીના આધારે પોલીસે બે શખ્સોની સઘન પૂછપરછ હાથધરી છે.

    આ અંગે નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં વિવિધ એજન્સીઓ દરેક પ્રવૃત્તિઓ ઉપર ાજ નજર રાખી રહી છે. કચ્છમાં થતી દરેક હિલચાલ ઉપર ચોક્કસાઇ પૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મહ્તવની ગુપ્તચર શાખાએ આપેલા ઇનપુટના પગલે નખત્રાણા અને અબડાસા પંથકના બે શખ્સોને પોલીસે ઉપાડી લઇ સઘન પૂછપરછ હાથધરી છે.

    સુત્રોએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા વ્હોટ્સએપના માધ્યમથી સામે પાર વાત થતી હોવાના ઇનપુટના પગલે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ઝીણવટ પૂર્વકની તપાસ હાથધરી છે.

    આ પણ વાંચોઃ-નિર્દયી માતાનો ભેદ ઉકેલાયો, પાપ છુપાવવા રસ્તે ફેંકી દીધુ હતું નવજાત બાળક

    આ અંગે એસઓજી ઇન્ચાર્જ પીઆઇએ જણાવ્યું હતું કે, શખસની પૂછપરછ ચાલી રહી છે. તેથી વધુ કહેવું ઉચિત નથી. તપાસના અંતે જે પણ નીકળશે તે બહાર આવશે. અત્યાર સુધીની તપાસમાં કાંઇ શંકાસ્પદ મળી આવ્યુ ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

    આ પણ વાંચોઃ-જૂનાગઢ: કેન્સરના ડોક્ટરે કર્યો આપઘાત, હાથમાં સેલ્ફૌસનું ઈન્જેક્શ લગાવી જીવન ટુંકાવ્યું

    તો બીજી તરફ સુત્રોએ જણાવ્યું હતું કે, પોલીસની પૂછપરછમાં બે પૈકીના એકના સંબંધીઓ સામે પાર હોવાથી અવારનવાર વાત થતી હોય છે. પરંતુ દેશ વિરુદ્ધની પ્રવૃત્તિમાં આ શખસની સંડોવણી નકારી શકાય એ કહવું મુશ્કેલ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Call, Interrogation, Kutch boy, Pulwama attack, Whats App, પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन