Home /News /kutchh-saurastra /

ઓમિક્રોન ઇફેક્ટ: કેન્દ્ર સરકાર દ્વારા જોખમી 12 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે કચ્છના તંત્ર દ્વારા ખાસ નિયમો

ઓમિક્રોન ઇફેક્ટ: કેન્દ્ર સરકાર દ્વારા જોખમી 12 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે કચ્છના તંત્ર દ્વારા ખાસ નિયમો

જનરલ

જનરલ હોસ્પિટલ પ્રતીકાત્મક તસવીર

ઓમિક્રોન વેરિયેન્ટથી સાવચેતી રાખવા કચ્છ આરોગ્ય તંત્ર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જોખમી જાહેર કરાયેલ 12 દેશોમાંથી આવતા પ્રવાસીઓને 

    કોરોનાના નવા ઓમિક્રોન વેરિયેન્ટે દુનિયાભરમાં દહેશત ફેલાવી છે. ભારત સરકાર દ્વારા પણ 12 દેશોને જોખમી શ્રેણીમાં મુકાયું છે. આ 12 દેશોથી આવતા પ્રવાસીઓને કચ્છ આરોગ્ય તંત્રના નવા નિયમોનું પાલન કરવું પડશે. બ્રાઝિલ, બ્રિટન, ચીન, દક્ષિણ આફ્રિકા સહિત 12 જોખમી દેશોમાંથી આવતા પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે નેગેટીવ ટેસ્ટ કર્યા બાદ જ જિલ્લામાં પ્રવેશ મળશે. આવા પ્રવાસીઓની લિસ્ટ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા આરોગ્ય તંત્ર.ને સોંપવામાં આવશે અને ત્યાર બાદ જિલ્લા આરોગ્ય તંત્ર આ પ્રવાસીઓના સંપર્કમાં રહેશે. આ પ્રવાસીઓને અઠવાડિયા સુધી તેમના રહેઠાણ ખાતે કવોરંટાઈન કરવામાં આવશે. અઠવાડિયા બાદ ફરી એક વખત કોરોના ટેસ્ટ કરાશે. સાથે જ જિલ્લામાં રોજની આર.ટી. પી.સી.આર. ટેસ્ટ વધારીને 3,000 કરવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन