કચ્છ: નર્મદા કેનાલમાંથી પાણી ચોરનારા પર વહીવટીતંત્ર ત્રાટક્યું

પાણીની ચોરી ધ્યાને આવતાં જે તે વ્યકિત સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી ચાલુ રખાશે.

News18 Gujarati
Updated: May 2, 2019, 5:46 PM IST
કચ્છ: નર્મદા કેનાલમાંથી પાણી ચોરનારા પર વહીવટીતંત્ર ત્રાટક્યું
કેનાલમાંથી પાણી ચોરી કરનારા પણ તંત્ર ત્રાટક્યું.
News18 Gujarati
Updated: May 2, 2019, 5:46 PM IST
ભુજ: અછતની પરિસ્થિતિમાં ઉનાળાના કાળઝાળ દિવસોમાં પાણીની અછત વર્તાઇ રહી છે, તેવા સંજોગોને ધ્યાનમાં રાખી નર્મદા કેનાલમાં રહેલો પાણીનો પૂરવઠો પશ્ચિમ કચ્છના છેવાડાના ગામડાં સુધી પણ પહોંચી રહે તે જરૂરી બની જતાં રાપર અને ભચાઉ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી ચોરીના દુષણને ડામવા તાજેતરમાં જ જિલ્લા કલેકટર રેમ્યા મોહને નિર્દેશ આપ્યો હતો તેનાં બે જ દિવસમાં સંયુકત ટીમો દ્વારા કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ છે.

જિલ્લા કલેકટરનાં નિર્દેશને પગલે નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા દ્વારા ભચાઉ પ્રાંત અધિકારીની રાહબરી અને દેખરેખ હેઠળ મામલતદાર ભચાઉ અને રાપર સહિત પાણી પૂરવઠા બોર્ડ અને નર્મદા પેટા વિભાગ ઉપરાંત સિંચાઇ(રાજય) અને પોલીસ વિભાગના અધિકારીઓની બે ટીમોનું ગઠન કરાયા બાદ બે જ દિવસમાં રાપરની સંયુકત ટીમ દ્વારા ૧૩ રાપર વિસ્તારમાં પાણી ચોરીના ૧૩ કનેકશનો દૂર કરાયાં હોવાનું અછત શાખાના માધ્યમથી જાણવા મળ્યું છે.

મામલતદાર રાપરના નેજા હેઠળની સંયુકત ટીમ દ્વારા ગત તા.૩૦મી એપ્રિલે સુવઇ ડેમ પર જઇ ડેમમાંથી ૪(ચાર) કનેકશન દૂર કર્યાં બાદ ગોસ્વામી ફાર્મ પાસે પ(પાંચ) કનેકશન અને ઉખળેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા નીરના પાણીની ગેરકાયદેસર ચોરીના ર(બે) જોડાણો સાથે કુલ-૧૧ કનેકશનો દૂર કર્યાં હોવાનું પ્રાંત અધિકારી, ભચાઉ દ્વારા જણાવાયું છે.

ગઇકાલ તા.૧લી મેના રોજ પણ સંયુકત ટીમોએ કાર્યવાહી આગળ ધપાવતાં સુવઇ ડેમના તમામ લોકેશનની ચકાસણી કરતાં અન્ય ર(બે) કનેકશનો સાથે સુવઇ ડેમ ઉપરના પાણી ચોરી માટેના કુલ-૧૩ કનેકશનો દૂર કર્યાં છે. ઉપરાંત અત્યાર સુધીમાં નંદાસર કેનાલ ઉપર ૫૫(પંચાવન) જેટલી બકનળી તેમજ ડિઝલ પમ્પ, મશીન દૂર કરી કચ્છ બ્રાંચ કેનાલ ઉપર ૧૩૩ થી ૧૨૬ કિ.મી. સુધીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું પણ ભચાઉ પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે, ભચાઉ પ્રાંત અધિકારીની રાહબરી અને દેખરેખ હેઠળ મામલતદાર ભચાઉ અને રાપર સહિત પાણી પૂરવઠા બોર્ડ અને નર્મદા પેટા વિભાગ ઉપરાંત સિંચાઇ(રાજય) અને પોલીસ વિભાગના અધિકારીઓની બે ટીમોનું ગઠન કરાયું છે. આ ટીમો દ્વારા એક-બીજાના સંકલનમાં રહી ભચાઉ અને રાપર વિસ્તારના ગામડાંઓ કે જયાંથી નર્મદા કેનાલ પસાર થાય છે તેની સ્થળ મૂલાકાત લઇને કોઇ પણ વિસ્તારમાં પાણીની ચોરીનો બનાવ ધ્યાને આવતાં મશીન જપ્ત કરવા ઉપરાંત જે તે વ્યકિત સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની નિયમાનુસારના કાર્યવાહી ચાલુ રખાશે.
First published: May 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...