કચ્છ: ફોર્ચ્યુનર કાર ચાલકે બે બાઇકને અડફેટે લીધા, પિતા-પુત્રનાં મોત, બનાવ સીસીટીવીમાં કેદ

કચ્છ: ફોર્ચ્યુનર કાર ચાલકે બે બાઇકને અડફેટે લીધા, પિતા-પુત્રનાં મોત, બનાવ સીસીટીવીમાં કેદ
અકસ્માત સીસીટીવીમાં કેદ થયો.

દુકાન સાથે કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. કાર જે દુકાન સાથે અથડાઈ હતી તેનું શટર પણ તૂટી ગયું હતું.

 • Share this:
  ભુજ: કચ્છના આદિપુર (Adipur accident) ખાતે રવિવારે સાંજે થયેલા અકસ્માતમાં પિતા-પુત્ર (Father-Son)એ જીવ ગુમાવ્યો છે. એક ફોર્ચ્યુનર કાર (Fortuner car) ચાલકે બે બાઇક ચાલકોને હવામાં ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જે બાદમાં પિતા-પુત્રનું મોત થઈ ગયું હતું. સાત વર્ષીય દીકરાનું ઘટના સ્થળે અને પિતાનું સારવાર માટે હૉસ્પિટલ (Hospital) ખસેડતી વખતે મોત થયું હતું. આ આખો બનાવ સીસીટીવી કેમેરા (CCTV Camera)માં કેદ થઈ ગયો છે. બાઇકને ટક્કર માર્યા બાદ ફોર્ચ્યુનર કાર નજીકની દુકાનની દીવાલ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે. સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે અકસ્માત બાદ કારમાં સવાર બે લોકો એક પછી એક નીચે ઉતરીને ફરાર થઈ જાય છે. પોલીસે હાલ કારના નંબર પરથી ચાલકની શોધખોળ શરૂ કરી છે.

  મળતી માહિતી પ્રમાણે આ બનાવ આદિપુરના જૂમાપીર ફાટક ખાતે બન્યો હતો. આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે બાઇક ચાલક જઈ રહ્યા છે. આ દરમિયાન સામેથી પૂર ઝડપે આવી રહેલી કાર અચાનક બાઇક ચાલકોની સાઇડમાં આવે છે અને બંને બાઇકને જોરદાર ટક્કર મારે છે. ટક્કર એટલી જોરદાર હોય છે કે બાઇક ચાલક હવામાં ફૂટબોલની જેમ ફંગોળાઈને નીચે પટકાય છે. બે બાઇકમાં સવાર કુલ ત્રણ લોકોમાંથી બે લોકોનાં મોત થાય છે, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચે છે. કારની ટક્કર બાદ એક બાઇકનો ભુક્કો બોલી ગયો હતો.  આ પણ વાંચો: જેઠ સાથે હતા આડા સંબંધ, પત્નીએ પતિની હત્યાની સોપારી આપી મોતને કોરોનામાં ખપાવી દીધું!

  બે બાઇકને ટક્કર માર્યા બાદ ફોર્ચ્યુનર કાર પૂર ઝડપે રોંગ સાઇડમાં દુકાન સાથે અથડાઈ છે. આ દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા હોય છે. કારની ટક્કરથી દુકાનને પણ નુકસાન પહોંચ્યું હતું. કારની ટક્કર બાદ રસ્તાની બાજુમાં લાગેલું બોર્ડ પણ તૂટીને કાર પર પડે છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કારમાં સવાર બે લોકો એક પછી એક બહાર નીકળે છે. જે બાદમાં બંને લોકો ફરાર થઈ ગયાનું જાણવા મળે છે.

  આ પણ વાંચો: અમદાવાદ: મહિલાએ મોબાઇલ નંબર આપવાનો ઇન્કાર કરતા નરાધમે લિફ્ટમાં કરી ગંદી હરકત

  અકસ્માત સર્જનારી ફોર્ચ્યુનર કારનો નંબર જી.જે.12 ડીએસ 1545 છે. દુકાન સાથે કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. કાર જે દુકાન સાથે અથડાઈ હતી તેનું શટર પણ તૂટી ગયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 12, 2021, 11:17 am

  ટૉપ ન્યૂઝ