સરકાર મારી શરતો માની લેશે તો હું BJPમાં જોડાઇશ : કૉંગ્રેસનાં પ્રદ્યુમનસિંહ જાડેજા

News18 Gujarati
Updated: March 15, 2020, 11:27 AM IST
સરકાર મારી શરતો માની લેશે તો હું BJPમાં જોડાઇશ : કૉંગ્રેસનાં પ્રદ્યુમનસિંહ જાડેજા
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ફાઇલ તસવીર

અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભાજપ સરકાર મારી શરતો માની લેશે તો હું ભાજપમાં જોડાઇશ.

  • Share this:
કચ્છ : રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha) પહેલા જ રાજ્યનું રાજકારણ (Politics) ગરમાઇ રહ્યું છે. સૂત્રોનું જણાવ્યાં પ્રમાણે, સુરેન્દ્રનગરનાં (Surendranagar) સોમા ગાંડા જે કોળી પટેલ છે  અને ધારીનાં (Dhari) ધારાસભ્ય જે.વી.કાકડીયા બંન્ને મોડી રાતે અધ્યક્ષને મળ્યા હતાં. આ બંન્ને લોકોએ કૉંગ્રેસમાંથી (congress) રાજીનામું આપી દેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ સાથે ત્રીજા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ હાલ તબિયત સારી ન હોવાને કારણે જયપુરનાં રિસોર્ટમાં જવાની ના પાડી દીધી હતી. આ પરિસ્થિતિમાં જ તેમણે મોટો ઘટસ્ફોટ કર્યો છે. અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, 'ભાજપ સરકાર મારી શરતો માની લેશે તો હું ભાજપમાં જોડાઇશ.'

આ પણ વાંચો : ગુજરાત કૉંગ્રેસનાં બે ધારાસભ્યએ મોડી રાતે રાજીનામા આપ્યા, હવે ભાજપમાં જોડાશે : સૂત્ર

ન્યૂઝ18ગુજરાતીનાં સંવાદદાતા સાથે વાત કરતા અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, 'સરકાર જો મારા મુદ્દાઓ અને મારા વિસ્તારનાં કામોની મંજૂરી આપશે તો હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇશ.' આવી વાત કરતા તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓની ભાજપ સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. તેમની શરતો જો ભાજપ સરકાર માની લેશે તો તેઓ કૉંગ્રેસનો સાથ છોડી દેશે.

આ પણ વાંચો : મમતા મરી પરવારી? મોઢેરા પાસે નર્મદા કેનાલમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું

ચર્ચાઓનું માનીએ તો શક્તિસિંહ ગોહિલે જ પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકિટ અપાવવામાં મદદ કરી હતી પરંતુ જ્યારે હાલ રાજ્યસભાની ચૂંટણી માટે શક્તિસિંહ ઉમેદવાર છે ત્યારે પ્રદ્યુમનસિંહ જ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાવવાની વાત કરી રહ્યાં છે. નોંધનીય છે કે, કોંગ્રેસનાં સભ્યોને ક્રોસવોટિંગ માટે અજમાવે તેવી ભીતિનાં પગલે કૉંગ્રેસનાં (Congress) 20 ધારાસભ્યોને રાજસ્થાનનાં રિસોર્ટમાં (Resort) મોકલી દેવામાં આવ્યાં છે.

રાજુલાનાં ધારાસભ્યએ ભાજપમાં જોડાવવાની વાતને અફવા ગણાવીરાજુલાનાં (Rajula) ધારાસભ્ય અમરિશ ડેર પણ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ન્યૂઝ18ગુજરાતીનાં સંવાદદાતા સાથેની વાતચીતમાં અમરિશ ડેરે આખી વાત નકારી દીધી છે. તેમણે જણાવ્યું કે, 'મને પાર્ટી જે કહેશે તેને મત આપીશ, પાર્ટી કહેશે ત્યાં જવા હું  તૈયાર છું. હાલ હું મારા વિસ્તારમાં ચાલી રહેલી રામકથામાં વ્યસ્ત છું. પાર્ટી છોડવાની વાતો માત્ર અફવાઓ છે.'

કરજણનાં ધારાસભ્યએ કહ્યું, હું પાર્ટીથી નારાજ છું પરંતુ મત કૉંગ્રેસને જ આપીશ

કરજણનાં ધારાસભ્ય અક્ષય પટેલ સાથે પણ ન્યૂઝ18ગુજરાતીનાં સંવાદદાતા સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, હું પાર્ટીથી નારાજ છું પરંતુ પક્ષને જ મત આપીશ. હું કામ માટે દિલ્હી જઇ રહ્યો છું.

આ વીડિયો પણ જુઓ : 
First published: March 15, 2020, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading