કચ્છઃ કચ્છની (kutch) બહાર જતા રાજમાર્ગો જર્જરિત હાલતમાં હોવા છતાં ટોલટેક્સ (tolltax) પૂરો લેવામાં આવે છે. કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે કચ્છ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં સુધી રસ્તાઓનું સમારકામ નથાય ત્યાં સુધી ખાનગી વાહનો ને ટોલ ટેક્સમાં થી મુક્ત કરવા અને ટ્રક અને ટ્રેલર જેવા ભારે વાહનોને ૫૦ ટકા રાહત આપવા રજૂઆત કરાઇ હતી. 15 દિવસમાં માંગ નહીં સંતોષાય તો આમ આદમી પાર્ટી દ્વારા સુરજબારી સામખયાળી અને મોખા ટોલ નાકા પર ચક્કાજામ કરવાની ચીમકી અપાઇ હતી.