કચ્છમાં ગત વર્ષે સ્ટ્રોબેરીની ટ્રાયલ ખેતીમાં સારી સફળતા મળ્યા બાદ હવે ખેડૂતે મોટા પાયે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. કચ્છના રેલડી ગામે ખેડૂતે આ વર્ષે 7.5 એકરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે.
કચ્છ: કચ્છમાં ગત વર્ષે સ્ટ્રોબેરીની ટ્રાયલ ખેતીમાં સારી સફળતા મળ્યા બાદ હવે ખેડૂતે મોટા પાયે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. કચ્છના રેલડી ગામે ખેડૂતે આ વર્ષે 7.5 એકરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. મૂળ ફ્રાન્સથી ભારત આવેલું સ્ટ્રોબેરી ફળ પહાડી વિસ્તારોમાં ઠંડા વાતાવરણમાં ઉગે છે. મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા વિસ્તારોમાં મોટી માત્રામાં આ ફળનું વાવેતર થાય છે. કચ્છ જેવા રણ વિસ્તારમાં પણ આ ફળનું ઉપજ થઈ શકે છે તે જાણવા ગત વર્ષે કચ્છમાં પણ પ્રયોજીક ધોરણે રેલડી ગામે ખેડૂતે સ્ટ્રોબેરીનું વાવેતર અડધા એકરમાં કર્યું હતું.
ગત વર્ષે ભુજ તાલુકાના રેલડી ગામે હરેશ ઠક્કર દ્વારા પોતાના ખેતરમાં અડધા એકરમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વાવેતર કરાયું હતું. નવેમ્બરમાં વાવેતર કર્યા બાદ 40 દિવસમાં ફળ તૈયાર થઈ જતાં આ વર્ષે હરેશભાઈ દ્વારા 7.5 એકરમાં સ્ટ્રોબેરીના 1.5 લાખ છોડ વાવ્યા છે.
સ્ટ્રોબેરીની ખેતી કરતા હરેશ ઠક્કરે News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે સંપૂર્ણ પ્રાકૃતિક રીતે કરાતી સ્ટ્રોબેરીની ખેતી વડે સારું ઉત્પાદન કચ્છમાં જોવા મળ્યું હતું. હરેશભાઈએ સ્ટ્રોબેરી ખેતી માટે પોતાના ખેતરની સીમમાં ઉગડા અકડાના ઝાડમાંથી પોટાશ બનાવી તેનું ઉપયોગ સ્ટ્રોબેરી પોષણ આપવામાં કર્યું. તે ઉપરાંત કેળાના ફૂલને સાત દિવસ સુધી પાણીમાં પલાળી રાખી તેમાંથી પણ સ્ટ્રોબેરી માટે પોષણયુક્ત ખોરાક બનાવ્યું છે. આ ઉપરાંત સત્પરણી જેવું ખોરાક પણ સ્ટ્રોબેરીના પાકને મદદ કરે છે.
વધુમાં હરેશભાઇએ જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડી પર અન્ય ખેડૂતોને સ્ટ્રોબેરીની ખેતી કરવા મુદ્દે ટ્રેનિંગ પણ આપે છે જેથી કચ્છમાં બનતી સ્ટ્રોબેરીનું આવતા સમયમાં નિકાસ પણ થઈ શકે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર