Home /News /kutchh-saurastra /

દાન પુણ્ય માટે ઊતરાયણ: કચ્છમાં જરૂરિયાતમંદ બાળકોને પતંગ-ફીરકી સાથે તલસાંકળી વહેંચાઇ

દાન પુણ્ય માટે ઊતરાયણ: કચ્છમાં જરૂરિયાતમંદ બાળકોને પતંગ-ફીરકી સાથે તલસાંકળી વહેંચાઇ

બાળકોને

બાળકોને કિત વિતરણ

ઊતરાયણ પર્વ દાન પુણ્ય માટે શ્રેષ્ઠ પર્વ માનવામાં આવે છે ત્યારે ઊતરાયણના ભુજમાં જરૂરિયાતમંદ બાળકોને પતંગ ફીરકી તેમજ તલસાંકળી

    ભારતમાં ઉતરાયણ પર્વને દાન પુણ્ય કરવા માટે સૌથી શ્રેષ્ઠ પર્વ માનવામાં આવે છે. જિલ્લા મથક ભુજમાં પણ ઉતરાયણ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને પતંગ ફીરકી તલસાંકળી તેમજ અલ્પાહાર કરાવીને ઊતરાયણની ઉજવણી કરવામાં આવી હતી.

    ભુજની માનવ જ્યોત સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ ના સંયુક્ત ઉપક્રમે કવિતા મીરા સચદેની સ્મૃતિમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને પતંગ અને ફિરકી આપવામાં આવ્યા હતા. પતંગ ફીરકી સાથે ઉતરાયણના સૌની પ્રિય તેવી તલસાંકળી પણ આપવામાં આવી હતી. બાળકોને ઊતરાયણનિમિતે આ ખાસ કિત વિશ્રં સાથે અલ્પાહાર પણ કરાવવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ કહ્યું હતું કે, "ભારત પર્વોનો દેશ છે અને તેમાં પણ ઊતરાયણની બાળકોથી લઈ વૃદ્ધ સુધી દરેક વર્ગ ઉજવણી કરે છે. આ પ્રસંગે જરૂરિયાતમંદ બાળકોને પણ તહેવારની ઉજવણી કરી શકે તે પ્રકારે પતંગ ફીરકી and તલસાંકળીની કિતનું વિતરણ કરવામાં આવ્યું હતું."
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kutch news, Local News, Uttarayan 2022

    આગામી સમાચાર