જામખંભાળિયામાં કિન્નરો દ્વારા લૂંટ,પરિવારને અસ્થિર કરી દાગીના લઇ ગયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 22, 2017, 10:50 AM IST
જામખંભાળિયામાં કિન્નરો દ્વારા લૂંટ,પરિવારને અસ્થિર કરી દાગીના લઇ ગયા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાળિયામાં કિન્નરોએ એક પરિવારને નિશાનો બનાવી સોનાની ૩ વીટી,મંગળસૂત્ર અને પાંચ હજારની રોકડ લઇ ચુનો લગાવી ગયાની ઘટના સામે આવી છે.દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાળિયામાં જેકેવી -૩ માં આવેલા એપાર્ટમેન્ટમાં બે કિન્નરો ઘુસ્યા હતા.આ કિન્નરોએ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ રાયઠ્ઠાને ત્યાં જઈ તમારે તકલીફ છે. તેવું જણાવી પાણી માંગ્યું હતું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 22, 2017, 10:50 AM IST
દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાળિયામાં કિન્નરોએ એક પરિવારને નિશાનો બનાવી સોનાની ૩ વીટી,મંગળસૂત્ર અને પાંચ હજારની રોકડ લઇ ચુનો લગાવી ગયાની ઘટના સામે આવી છે.દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાળિયામાં જેકેવી -૩ માં આવેલા એપાર્ટમેન્ટમાં બે કિન્નરો ઘુસ્યા હતા.આ કિન્નરોએ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ રાયઠ્ઠાને ત્યાં જઈ તમારે તકલીફ છે. તેવું જણાવી પાણી માંગ્યું હતું.જામખંભાળિયામાં કિન્નરો દ્વારા પાણી પી પ્રસાદી આપ્યા બાદ ઘરના લોકોને  અસ્થિર કરી દાગીના લઇ જવાયા છે.

 

પાણી પીધા બાદ કિન્નરોએ એઠું પાણી ઘરના લોકોને આપ્યું હતું. બાદમાં ઘરના લોકોની તબિયત લથડતા આ કિન્નરો ઘરના સભ્યો પાસેથી સોનાની ૩ વીટી, મંગળસૂત્ર અને પાંચ હજારની રોકડ રકમ લઇ ફરી સ્મશાને જઈ પરત આવવાનું જણાવી ચાલતી પકડી હતી.

બે કલાકના સમય બાદ કિન્નરો પરત નહિ ફરતા વિશાલભાઈ છેતરાયા હોવાનું માલુમ પડતા પોલીસ સ્ટેશને પહોચી આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી હતી.જામખંભાળિયામાં બનેલા આ કિસ્સાથી લોકો ચક થી ગયા છે.હવે કિન્નરોના વેશમાં કેટલાક લોકો ચૂનો લગાવવા સક્રિય બનતા લોકોએ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.

 
First published: June 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर