ભાનુશાલીનો છેલ્લો મસ્તીથી રાસ રમતો Video વાઇરલ, ખુબ થઈ રહ્યો છે Share

News18 Gujarati
Updated: January 12, 2019, 9:12 PM IST
ભાનુશાલીનો છેલ્લો મસ્તીથી રાસ રમતો Video વાઇરલ, ખુબ થઈ રહ્યો છે Share
જયંતી ભાનુશાળી રાસ રમતા

અઢળક સંપત્તિ બનાવી પરંતુ સાથે જિંદગીમાં અશાંતી આવી ગઈ. તેમણે પૈસા કમાવવાની હોડમાં જીવનમાં મિત્રોની સાથે કેટલાએ દુશ્મનો પણ બનાવ્યા

  • Share this:
ભાજપના પૂર્વ નેતા જયંતી ભાનુશાળી જેમની થોડા દિવસ પહેલા ટ્રેનમાં હત્યા થઈ ગઈ હતી, ત્યારે આ નેતાનો આજે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જયંતી ભાનુશાળી ખુબ મસ્તીથી રાસ રમી રહ્યા છે. અને લોકો તેમની પર પૈસાનો વરસાદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, જયંતી ભાનુશાળી પહેલા અમદાવાદમાં બારદાનનો ધંધો કરી સામાન્ય કમાણી કરતા હતા, ત્યારે તેમની જિંદગી એકદમ સરળ હતી, પરંતુ 2007માં અબડાસા બેઠક પરથી બેજેપીએ તેમને અબડાસાથી ટિકીટ આપી ત્યારથી સામાજિક જીવનમાં ગળાડુબ થઈ ગયા. રાજકારણમાં ફાવટ આવી ગયા બાદ, તેમણે અઢળક સંપત્તિ બનાવી પરંતુ સાથે જિંદગીમાં અશાંતી આવી ગઈ. તેમણે પૈસા કમાવવાની હોડમાં જીવનમાં મિત્રોની સાથે કેટલાએ દુશ્મનો પણ બનાવ્યા.

જયંતી ભાનુશાળીની હત્યા 3 જાન્યુઆરીએ ભૂજ જતા ટ્રેનમાં થઈ હતી. ભાનુશાળી કચ્છમાં બે-ત્રણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા, જેમાં એક કાર્યક્રમ તેમના ભાનુશાળી સમાજનો હતો. આ વીડિયો પણ તેમની કચ્છની છેલ્લી મુલાકાતનો છે.આ વીડિયો ભાનુશાળી રાતા તલાવ મંદિર ગયા હતા ત્યારનો છે. આ મંદિર એક સંતની ધાર્મિક સંસ્થા છે. આ સંસ્થાના ધાર્મિક કાર્યક્રમમાં ભાનુશાળી આવ્યા હતા, અને ખુબ મસ્તીથી રાસ કર્યો હતો, ત્યાં ઉપસ્થિત લોકોએ તેમની પર પૈસાનો વરસાદ કર્યો હતો. શું ખબર હતી કે, આ જિંદગીનો છેલ્લો રાસ છે.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...