જયંતિ ભાનુશાળી હત્યા કેસ: છબિલ પટેલના ફાર્મ હાઉસમાંથી બે લોકોની સત્તાવાર ધરપકડ

જયંતિ ભાનુશાળી હત્યા કેસ: છબિલ પટેલના ફાર્મ હાઉસમાંથી બે લોકોની સત્તાવાર ધરપકડ
જયંતિ ભાનુશાળી (ફાઇલ તસવીર)

જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમના પરિવારના લોકોએ છબિલ પટેલે હત્યા કરાવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

 • Share this:
  નવીન ઝા, અમદાવાદ : કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની થયેલી હત્યા મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. આ મામલે છબિલ પટેલના ફાર્મ હાઉસમાંથી બે લોકોની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. એવી પણ માહિતી મળી છે કે કચ્છના બહુ ગાજેલા સીડીકાંડ મામલે તેમની હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમના પરિવારના લોકોએ છબિલ પટેલે હત્યા કરાવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, આ કેસમાં શાર્પ શૂટરો હજી સુધી પોલીસ પકડથી દૂર છે.

  કેવી રીતે થઈ જયંતિ ભાનુશાળીની હત્યા?  જયંતિ ભાનુશાળી આઠમી જાન્યુઆરીના રોજ  ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ મારફતે અમદાવાદ નરોડા ખાતે આવેલા તેમના ઘરે આવી રહ્યા હતા. ભાનુશાળી અવાર નવાર આ જ ટ્રેન મારફતે અને સામાન્ય રીતે આ જ કોચમાં અમદાવાદ પરત ફરતા હતા. હત્યા અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે હત્યારાઓએ સૌપ્રથમ ભાનુશાળી જે કેબિનમાં મુસાફરી કરી રહ્યા હતા તેનો દરવાજો ખખડાવ્યો હતો. જયંતિ ભાનુશાળીએ દરવાજો ખોલતા હત્યારાઓએ તેમની સાથે બોલાચાલી કરી હતી અને તેમના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પાંચમાંથી બે ગોળી જયંતિ ભાનુશાળીને વાગી હતી.

  આ પણ વાંચો :  છબિલ પટેલે મનિષાને હત્યા કરાવવા આપ્યાં હતા 3 કરોડ રૂપિયા : ભાનુશાળીનાં ભાઇ

  જયંતિ ભાનુશાળી હત્યા મામલે પાંચ સામે ફરિયાદ

  ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. આ પાંચ લોકોમાં છબિલ પટેલ, તેમનો પુત્ર સિદ્ધાર્થ પટેલ, અમદાવાદના નરોડા ખાતે રહેતી મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર નામના વ્યક્તિનો સમાવેશ થાય છે.

  છબિલ પટેલ જયંતિ ભાનુશાલીને કારણે બે વખત ચૂંટણી હાર્યા!

  રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કચ્છની અબડાસા બેઠક પરથી છબિલ પટેલ બે વખત વિઘાનસભાની ચૂંટણી હારી ગયા હતા તેની પાછળ ક્યાંકને ક્યાંક જયંતિ ભાનુશાલી જવાબદાર હતા. 2012માં વિધાનસભાની ચૂંટણી વખતે છબિલ પટેલ કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આ વખતે તેમણે ભાજપના જયંતિ ભાનુશાલીને હરાવ્યા હતા. બાદમાં 2014ના વર્ષમાં છબિલ પટેલ મોદીથી પ્રેરિત થઈને ભાજપમાં જોડાઈ ગયા હતા.

  આ પણ વાંચો : મારા ભાઈને ભાનુશાળી હત્યા કેસમાં ફસાવવામાં આવ્યા છેઃ છબિલ પટેલના નાનાભાઈ

  છબિલ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે પેટા ચૂંટણીમાં જયંતિ ભાનુશાલીને બદલે છબિલ પટેલને ટિકિટ આપી હતી. કોંગ્રેસે તેમની સામે શક્તિસિંહને ઉભા રાખ્યા હતા. આ ચૂંટણી છબિલ પટેલ હારી ગયા હતા. રાજકીય પંડિતોના જણાવ્યા પ્રમાણે આ સમયે ભાજપે જયંતિ ભાનુશાલીને છબિલ પટેલ માટે કામ કરવાનો આદેશ કર્યો હતો, પરંતુ તેમની નિષ્ક્રિયતાને કારણે છબિલ પટેલ ચૂંટણી હારી ગયા હતા.  2017માં છબિલ પટેલ ફરી હાર્યા

  2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે અબડાસા બેઠક પરથી ફરીથી છબિલ પટેલને જ ટિકિટ આપી હતી. આ સમયે પણ જયંતિ ભાનુશાલીને કારણે છબિલ પટેલ ફરી એકવખત ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમને હાર આપી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:January 24, 2019, 15:15 pm

  ટૉપ ન્યૂઝ