175 કરોડનાં ડ્રગ્સ મામલે ખુલાસો, જખૌનો જ માછીમાર દિલ્હી ડિલીવરી કરવાનો હતો

175 કરોડનાં ડ્રગ્સ મામલે ખુલાસો, જખૌનો જ માછીમાર દિલ્હી ડિલીવરી કરવાનો હતો
પાકિસ્તાની બોટમાંથી 175 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.

આ ડ્રગનાં રિસીવરની પણ ઓળખ થઇ ગઇ છે. તેને આ કામ માટે 50થી 70 લાખ રૂપિયા મળવાનાં હતાં.

 • Share this:
  કચ્છ : ગુજરાત એટીએસ સ્કવોડ (Gujarat ATS), કચ્છ સ્પેશિયલ ગ્રુપ (SOG) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની (Indian coast Gaurd) ટીમે ગઇકાલે રાતે જખૌથી 50 કિમી દૂર મધદરિયે પાકિસ્તાની બોટમાંથી 175 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ માછીમારી બોટમાં 5 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યાં છે. આ લોકો ડ્રગ્સનાં 35 જેટલા પેકેટને જખૌનાં એક રિસિવરને આપવાનાં હતાં. ત્યારબાદ તે રિસીવર ડ્રગ્સને દિલ્હી એરપોર્ટથી વિદેશમાં પહોંચાડવાનો હતો.

  ડ્રગ્સ રશિયા અને નેધરલેન્ડ પહોંચાડવાનું હતું  આ મામલે મળતી માહિતી પ્રમાણે, આ 175 કરોડ રૂપિયાનાં ડ્રગ કન્સાઇટમેન્ટનો મુખ્ય કમાન્ડર પાકિસ્તાનનો હુસૈન બલૌચી છે. આ ડ્રગ્સને પહેલા જખૌ અને ત્યાંથી દિલ્હી પહોંચાડવાનું હતું. જે બાદ અફઘાનનાં એક વ્યક્તિ દ્વારા આ ડ્રગની જ્યાં માંગ છે ત્યાં રશિયા અને નેધરલેન્ડ પહોંચાડવાનું હતું.

  પાકિસ્તાની બોટમાંથી 175 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.


  ડ્રગ્સનો રિસીવર જખૌનો જ હતો

  આ અંગે અન્ય એક ખુલાસો પણ થયો છે કે, હુસૈન બુલેચીએ ડિસેમ્બર મહિનામાં પણ આ ડ્રગ્સ મોકલ્યું હતું. પરંતુ જખૌથી તેને લેવા માટે કોઇ રિસીવર આવ્યો ન હતો. જેના કારણે તે પાછું ગયું હતું. જે બાદ તેને પાકિસ્તાની ક્રિકમાં છુપાવવામાં આવ્યું હતું. ફરીથી અફધાનનાં વ્યક્તિ સાથે સંપર્ક કરીને આ રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં ફરથી આ ડ્રગ્સને જખૌ લાવવાનું હતું. અહીંથી જખૌનો એક માછીમાર તેને રિસીવ કરવાનો હતો. આ ડ્રગનાં રિસીવરની પણ ઓળખ થઇ ગઇ છે. તેને આ કામ માટે 50થી 70 લાખ રૂપિયા મળવાનાં હતાં. જખૌનો આ રિસીવર ડ્રગ્સ લઇને દિલ્હીનાં અફઘાન વ્યક્તિને આપવાનું હતું.

  હેરોઇનનો જથ્થો છે

  આ આખું ષડયંત્ર પાર પળે તે પહેલા જ સંયુક્ત ઓપરેશન કરીને ડ્રગ્સનાં જથ્થાને ઝડપી પાડવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ગઈકાલે રાત્રે કચ્છ એસઓજી, ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે કચ્છના જખૌ નજીક દરિયામાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તેમાં મોડી રાત્રે 4 વાગ્યે એક બોટ નજરે પડતા તેને ઝડપી પાડી હતી. ઝડપાયેલી બોટમાં તપાસ દરમિયાન 35 જેટલા ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. તેની આંતરરાષ્ટ્રીય કિંમત 175 કરોડ રૂપિયા જેટલી છે. હાલ આ ડ્રગ્સ કયુ છે તેની એફએસએલ તપાસ માટે મોકલવામાં આવશે પરંતુ પ્રાથમિક તપાસ પ્રમાણે આ હેરોઇન છે.
  First published:January 06, 2020, 15:48 pm

  टॉप स्टोरीज