કોંગ્રેસ સાથે બેઠકથી હાર્દિક પટેલ અજાણ!,PASSમાં આજે અનેક રાજીનામા પડવાની શક્યતા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 13, 2017, 11:21 AM IST
કોંગ્રેસ સાથે બેઠકથી હાર્દિક પટેલ અજાણ!,PASSમાં આજે અનેક રાજીનામા પડવાની શક્યતા
પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાક કન્વીનરો ગઇકાલે ગુજરાત પ્રદેશ કોગ્રેસ પ્રમુખ સાથે બેઠક યોજ્યા બાદ હડકંપ મચ્યો છે. પાસમાં ભંગાણના ભણકારા જોવા મળે છે.સુત્રોનું કહેવું છે કે આ બેઠક અંગે હાર્દિક પટેલ અજાણ છે. ત્યારે હવે મામલો વધુ ગરમાયો છે. પાસ ભંગાણના આરે આવી ગયું છે. સુત્રોના કહેવા અનુસાર આજે પાસમાં અનેક નેતાના રાજીનામા પડી શ
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 13, 2017, 11:21 AM IST
પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાક કન્વીનરો ગઇકાલે ગુજરાત પ્રદેશ કોગ્રેસ પ્રમુખ સાથે બેઠક યોજ્યા બાદ હડકંપ મચ્યો છે. પાસમાં ભંગાણના ભણકારા જોવા મળે છે.સુત્રોનું કહેવું છે કે આ બેઠક અંગે હાર્દિક પટેલ અજાણ છે. ત્યારે હવે મામલો વધુ ગરમાયો છે. પાસ ભંગાણના આરે આવી ગયું છે. સુત્રોના કહેવા અનુસાર આજે પાસમાં અનેક નેતાના રાજીનામા પડી શકે છે.પાસ કમિટી વિખેરી નવી કમિટી બનાવશે. નવી કમિટિ બનાવવા તખતો તૈયાર થયો છે.

pass

દિનેશ બાંભણીયાએ મીડિયાને જણાવ્યું હતું કે અમેમાત્ર રજૂઆત કરવા ગયા હતા. ભાજપે અમને આજ સુધી કોઇ જવાબ ન આપ્યો હોવાથી અમે કોંગ્રેસ પાસે ગયા હતા. મુલાકાતને રાજકીય રંગ અપાઇ રહ્યો છે.

pass1

સુત્રોના કહેવા મુજબ પાસના 3 નેતાઓએ કોંગ્રેસ પ્રમુખ સાથે કરેલી બેઠક અંગે હાર્દિક પટેલ અજાણ છે. હાર્દિકને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યો ન હતો. કેમ વિશ્વાસમાં ન લેવાયો તે અંગે ચર્ચા થઇ રહી છે.કહેવાય છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પાસ કન્વીનરો ટિકિટ મેળવવા ઇચ્છે છે.

ભરતસિંહ દિલ્હીના પ્રવાસે

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી આજેઅચાનક દિલ્હી જતાં રાજકારણ ગરમાયું છે. પાસના સભ્યોએ ગઈકાલે ભરતસિંહ સાથે મુલાકાત કરી હતી. પાસ નેતાઓએ કોંગ્રેસ સમક્ષ 4 માંગણીઓ મુકી હતી.રાહુલ ગાંધી સાથે પ્રદેશ પ્રમુખ મુલાકાત કરશે.પાસની માંગણીઓ અંગે રાહુલ ગાંધીને અવગત કરાશે.કોંગ્રેસના નવા સંગઠનને લઈને ચર્ચા કરાશે. આગામી સમયમાં પાટીદારોને કોંગ્રેસ મહત્વ આપી શકે છે.

ફાઇલ તસવીર
First published: May 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर