કચ્છ: અછતની સ્થિતિમાં ઉદ્યોગગૃહોનો ‘ઉપયોગ’ કરાશે: ગામોને દત્તક લેશે

News18 Gujarati
Updated: February 19, 2019, 11:14 AM IST
કચ્છ: અછતની સ્થિતિમાં ઉદ્યોગગૃહોનો ‘ઉપયોગ’ કરાશે: ગામોને દત્તક લેશે
પ્રતિકાત્મક તસવીર

કચ્છ જિલ્‍લામાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે હવે સરકાર ઉદ્યોગગૃહોનો ઉપયોગ કરશે.

  • Share this:
ભુજ: કચ્છ જિલ્‍લામાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે હવે સરકાર ઉદ્યોગગૃહોનો ઉપયોગ કરશે. ભુજ ખાતે મળેલી જિલ્‍લા અછત સમિતિની બેઠકમાં ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓને માધ્‍યમથી આમંત્રણ આપીને કચ્‍છની અછત સંદર્ભે સહિયારા પ્રયાસો હાથ ધરવા અને નકકર આયોજન ઘડી કાઢવા ઉપરાંત અછતના સમય દરમિયાન અદાણી ફાઉન્‍ડેશન, એગ્રોસેલ ઇન્‍ડસ્‍ટ્રીઝ અને ટાટા પાવર દ્વારા મોડેલરૂપ કરાતી કામગીરીના પ્રેઝન્ટેશન રજૂ કરી અછતના સમયમાં હાથ ધરાયેલી કામગીરીની સમિતિને જાણકારી આપવામાં આવી હતી,

કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત સમિતિમાં મહાજનના પ્રતિનિધિ પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ નીતિ-નિયમો સાથે ઉદ્યોગગૃહો કામ કરે તે બાબતે ભાર મૂકી કચ્છમાં અછતના વિકટ સમયમાં ઉદ્યોગગૃહો ઘાસચારો-પાણીની વ્યવસ્થા ગોઠવી સંવેદનશીલતા દાખવે સાથો-સાથ સંપૂર્ણ પૂર્વ આયોજન ગોઠવી ગામોને દત્તક લે તે બાબત ઉપર ભાર મૂકયો હતો.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને ઉપસ્‍થિતિ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સંબોધતા જણાવ્‍યું હતું કે, આગામી સમય માટે યોગ્ય આયોજન ઘડી શકાય તે માટે પ્રાંત કક્ષાએ દર અઠવાડિયે યોજાતી બેઠકોમાં ઉદ્યોગગૃહો કામગીરી વિગતો સાથે ઉપસ્થિત રહે જેથી અછત સમયમાં સરકાર દ્વારા કરાતા કાર્યોની સાથો-સાથ સહયોગી ઉદ્યોગગૃહોની ભાગીદારી સુનિશ્ચિત કરી શકાય તે અંગેના મંતવ્‍યો પણ બેઠકમાં લેવાયાં હતાં.

ઉદ્યોગગૃહોના સીએસઆર ફંડમાંથી અછત સંદર્ભે કાર્યોને અગ્રતા આપવા માટે માર્ચ- ૨૦૧૯ સુધી કરાયેલ કામગીરી અને એપ્રિલ-૨૦૧૯થી ઉદ્યોગગૃહો દ્વારા નવા બજેટમાં અછત સંબંધિત આયોજન હાથ ધરાશે તેનું ફોકિયા અને વહીવટીતંત્ર દ્વારા કોર્ડીનેશન કરી સંપૂર્ણ માર્ગદર્શન સાથે પ્રાંતકક્ષાએથી પણ નિયમિત મોનીટરીંગનું માળખું પણ ગોઠવવામાં આવી રહ્યું છે.

સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે આ તકે ફોડર પ્લાન્ટ દ્વારા ચાલુ તેમના સભ્યો એવા પશુપાલકોને રાહતદરે રૂ. ૪/-ના દરે કેટલ ફીડ અપાય છે અગર જો ઉદ્યોગગૃહો તે કાર્યમાં આર્થિક રીતે મદદરૂપ થાય તો કચ્છના તમામ પશુપાલકોને તેનો લાભ આપવા તત્પરતા દર્શાવાઇ હતી.

 
First published: February 19, 2019, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading