Home /News /kutchh-saurastra /Kutch Weather Update: કચ્છમાં ઠંડી વધી; નલિયા ફરી સિંગલ ડિજીટમાં પહોંચ્યું

Kutch Weather Update: કચ્છમાં ઠંડી વધી; નલિયા ફરી સિંગલ ડિજીટમાં પહોંચ્યું

ઝાકળ

kutch Weather Forecast: ચાલુ અઠવાડિયે માવઠા બાદ જિલ્લામાં ઠંડીમાં વધારો થયો છે ત્યારે નલિયા ફરી એક વખત સિંગલ ડિજીટમાં પહોંચ્યું છે

    કચ્છમાં છેલ્લા બે દિવસથી (Kutch News) ઠંડીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નલિયા ફરી એક વખત સિંગલ ડિજિટમાં પહોંચ્યું છે. માવઠા બાદ કચ્છમાં એકાએક ઠંડીમાં વધારો થયો છે. આ અઠવાડિયે કચ્છમાં બે દિવસ વરસાદી મોસમના કારણે શિયાળામાં વરસાદી ઠંડકે લોકોને ઠાર્યા હતા. જો કે માવઠાની અસર બે દિવસ રહેતા ત્યાર બાદ કચ્છમાં શીત લહેર દોડી આવી છે અને બે દિવસમાં જ જિલ્લાનો તાપમાન 6 થી 7 ડિગ્રી નીચો ઉતર્યો હતો.

    મંગળવારે જિલ્લાના કાશ્મીર કહેવાતા નલિયા વિસ્તારમાં ન્યુનત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું જે બાદ ત્યારબાદ બુધવારે ન્યુનત્તમ તાપમાન ઘટીને 11.5 ડિગ્રી થયું હતું અને આજે ગુરુવારે પારો આ સીઝનમાં ફરી એક વખત સિંગલ ડિજિટમાં ઉતરી 8.3 ડિગ્રી નોંધાયું છે. નોંધનીય છે કે નલિયાનું તાપમાન મંગળવારથી ગુરુવાર સુધીમાં 7.9 ડિગ્રી જેટલો ગગડયો છે.

    જિલ્લામથક ભુજમાં પણ ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. મગળવારે ભુજનું ન્યુનત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું અને ત્યારબાદ એક જ દિવસમાં સીધો 4 ડિગ્રી ગગડતાં 12.2 ડિગ્રી પહોંચ્યો હતો. આજે ગુરુવારે ભુજમાં ઠંડીમાં સહેજ વધારો કરતા પારો 11.8 ડિગ્રી નોંધાયું હતું. ભુજમાં પણ બે દિવસમાં જ પારો 4.4 ડિગ્રી નીચો ગયો હતો.

    કંડલા એરપોર્ટ વિસ્તારનું ન્યુનતમ તાપમાન મંગળવારે 16.6 ડિગ્રીથી ઘટીને બુધવારે 12.8 ડિગ્રી થયું હતું અને ત્યારબાદ આજે ગુરુવારે વધુ નીચો જતાં 11.8 ડિગ્રી નોંધાયું હતું. નોંધનીય છે કે આ વિસ્તારનો તાપમાન પણ બે દિવસમાં 4.8 ડિગ્રી ગગડયો હતો. તો બીજી તરફ કંડલા પોર્ટનું મંગળવારે ન્યુનત્તમ તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું હતું જે બુધવારે 14 ડિગ્રી સુધી નીચું ગયું હતું અને ગુરુવારે પણ 14 ડિગ્રી પર જ સ્થિર રહ્યું હતુંં.

    ઉલ્લેખનીય છે કે આવતા દિવસોમાં કચ્છમાં હળવું વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાન પણ સ્થિર રહેશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Cold increased, Kutch news, Weather forecast

    विज्ञापन
    विज्ञापन