kutch weather news: માવઠા બાદ ઠંડીનો ચમકારો વધ્યો, નલિયા અને કંડલા સિંગલ ડિજીટમાં
kutch weather news: માવઠા બાદ ઠંડીનો ચમકારો વધ્યો, નલિયા અને કંડલા સિંગલ ડિજીટમાં
ધુમ્મસ
kutch news; કચ્છમાં બુધવારની વહેલી સવારથી જ માવઠું વરસવાનું (rain) શરૂ થયું હતું અને ત્યાર બાદના ત્રણ દિવસ સમગ્ર જિલ્લામાં છૂટ્ટોછવાયો ઝરમર વરસાદ વરસ્યો હતો. તો ગઈકાલે શુક્રવારે રાપર તાલુકાના ખીરઇ ગામે ભારે પવન વચ્ચે કરાનો વરસાદ પડ્યો હતો.
kutch news: કચ્છમાં ત્રણ દિવસના વાદળછાયા વાતાવરણ બાદ અનુભવાયો ઠંડીનો ચમકારો. જિલ્લામાં માવઠા બાદ ઠંડીમાં (cold wave) વધારો થતાં નલિયા અને કંડલા (kandala and Naliya) ફરી તાપમાન સિંગલ ડિજીટમાં પહોંચ્યા છે. કચ્છમાં બુધવારની વહેલી સવારથી જ માવઠું વરસવાનું શરૂ થયું હતું અને ત્યાર બાદના ત્રણ દિવસ સમગ્ર જિલ્લામાં છૂટ્ટોછવાયો ઝરમર વરસાદ વરસ્યો હતો. તો ગઈકાલે શુક્રવારે રાપર તાલુકાના ખીરઇ ગામે ભારે પવન વચ્ચે કરાનો વરસાદ પડ્યો હતો.
ત્રણ દિવસ વરસાદી માહોલ બાદ શનિવારે સવારથી આકાશ ખુલ્લુ થતા તડકો જામ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલના કારણે વાદળછાયુ વાતાવરણ રહેતો હતો. તડકાની સાથે માવઠા બાદ જિલ્લામાં ઠંડીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે.
જિલ્લામથક ભુજમાં શુક્રવારે 16.5 ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોંધાયા બાદ શનિવારે સવારે 5.7 ડિગ્રી ઘટીને 10.8 ડિગ્રી નોંધાયું હતું. સાથે જ વહેલી સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ 92 ટકા રહ્યું હતું.
કચ્છના કાશ્મીર કહેવાતા નલિયાએ ઠંડીનો જોર પકડતાં પારો ફરી સિંગલ ડિજીટમાં પહોંચ્યું છે. શુક્રવારે સવારે નોંધાયેલ 16.2 ડિગ્રી ન્યુનત્તમ તાપમાન શનિવારે 6.9 ડિગ્રી નોંધાયું હતું. નોંધનીય છે કે નલિયાના તાપમાનમાં એક જ દિવસમાં તાપમાનનો પારો 9.3 ડિગ્રી ગગડયો હતો.
કંડલા એરપોર્ટ પણ શનિવારે સિંગલ ડિજીટમાં ઉતાર્યું હતું. શુક્રવારે ન્યુનત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયા બાદ શનિવારે સવારે ન્યુનત્તમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું હતું. તો કંડલા પિત્તનું ન્યુનત્તમ તાપમાન પણ શુક્રવારે 17.5 ડિગ્રીથી ઘટીને 11.6 ડિગ્રી નોંધાયું હતું. કંડલા એરપોર્ટ તેમજ કંડલા પોર્ટ ખાતે તાપમાનમાં 5.7 અને 5.9 ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આવતીકાલથી પાંચ દિવસ જિલ્લામાં ખુલ્લો આકાશ રહેશે જે કારણે તડકો જોર કરશે. ભરશિયાળે માવઠા બાદ તડકો નીકળતા લોકોને ઠંડીમાંથી પણ રાહત મળશે. જો કે અનેક ખેડૂતોને માવઠાના કારણે પાકમાં નુકસાની થશે પણ આવતા દિવસોમાં માવઠાની શક્યતા નહિવત્ હોતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર